Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોડાસામાં જિલ્લા ન્યાયાલય ભવનનો શીલાન્યાસ કરાયો
નવરચિતઅરવલ્લી જીલ્લાના વડામથક મોડાસા ખાતે 3 એકર વિશાળ જમીનમાં રૂપિયા 40 કરોડના ખર્ચે સાકાર થનાર જીલ્લા ન્યાયાલય ભવનની શિલાન્યાસ વિધી રાજયના મુખ્યમંત્રી અને નામદાર કોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે યોજાઇ હતી. જયારે જીલ્લા કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ મોડાસા કોલેજ કેમ્પસ ખાતે યોજાયો હતો.
મોડાસા નગરના બાયપાસ માર્ગની તત્વ ઇજનેર કોલેજ ચોકડી નજીક રાજય સરકાર દ્વારા આગામી દોઢવર્ષમાં અદ્યતન જીલ્લા ન્યાયાલય બનશે. ત્યારે ભવનનો શિલાન્યાસ વિધી રવિવારની સવારે ઉત્સાહભેર યોજાયો હતો. રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી,જસ્ટીસ એસ.જી.શાહ,કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રિન્સીપાલ ડ્રીસ્ટ્રીકટ જ્જ કે.બી.ગુજરાઠી, જીલ્લા કોર્ટના નવા વરાયેલા ડ્રીસ્ટ્રીક જજ વી.બી.ગોહિલ, અરવલ્લી ડ્રીસ્ટ્રીકટ બાર એશોશીયેશનના પ્રમુખ હીરાભાઇ પટેલ, જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલ, પોલીસ અધિક્ષક કે.એન.ડામોર, બાર એશોશીયેશનના સીનીયર એડવોકેટ અને મ.લા.ગાંધી ઉ.કે.મંડળના પ્રમુખ નવનીચ઼દ્ર મોદી અને મોડાસા બાર એશોશીયેશનના પ્રમુખ એન.વી. પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જીલ્લા ન્યાયાલયનો શીલાન્યાસ શાસ્ત્રોક વિધી પૂર્વક યોજાયો હતો.
જીલ્લાના વડામથક મોડાસા ખાતે શરૂ કરાયેલ જીલ્લા કોર્ટનો ઉદ્દઘાટન સમારોહ કોલેજ કેમ્પસના ભામાશા હોલ ખાતે યોજાયો હતો. પ્રસંગે રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના વક્તવ્યમાં ન્યાય મંદિરના ખાતમુહર્ત પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જરૂરતમંદોને ઝડપી, સરળતાથી ઓછા ખર્ચે ન્યાય મળે તે માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
ન્યાય ઝંખી રહેલા ગરીબોને મદદ કરવા, મહિલાઓને ન્યાય અપાવવા ઉપર ભાર મૂકતાં ઉપસ્થિત ન્યાયક્ષેત્રના અગ્રણીઓને રાજકીય દબાણને કયારેય વશ નહી થવા જણાવ્યું હતું. પ્રસંગે જીલ્લા સાંસદ, ધારાસભ્ય, ડીડીઓ વિશાલ ગુપ્તા, જીલ્લાની તમામ કોર્ટના જ્જ, સીનીયર એડવોકેટ પ્રદીપભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ કોઠારી, ધ્રુવભાઇ મહેતા, એલ.એન.બિહોલા, માલજીભાઇ દેસાઇ, ધર્મેન્દ્રભાઇ વણકર સહિત તમામ બાર એશોશીયેશનના વકીલ મિત્રો સટાફ ઉપસ્થિત રહયો હતો.
ન્યાયપ્રક્રિયા ઝડપી બને તે જરૂરી :ચીફ જસ્ટીશ નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીશ આર.સુભાષ રેડ્ડી તેમના વક્તવ્યમાં ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવા ઉપર ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો.
જયુડીશીયલ વિભાગમા રાજય સરકારના સીધા રસને આવકારતાં નામદાર ચીફ જસ્ટીશે ન્યાયક્ષેત્રે ગુજરાતને પ્રથમ ગણાવ્યું હતું. ભારતના વિકાસનો રાજય માર્ગ ગુજરાત હોવાનું જણાવતાં ચીફ જસ્ટીશે કોર્ટો છે અદ્યતન બિલ્ડીંગો છે.
જજ છે ત્યારે પ્રજાને ન્યાય ઝડપી ,સરળતાથી અને વહેલો મળે તે જોવા જણાવ્યું હતું.
મોડાસા ખાતે આવેલા મુખ્યમંત્રી અને ચીફ જસ્ટીશનું મોડાસા કોલેજ મંડળ વતી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તસ્વીર-રાકેશ પટેલ