તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગપરા રોડ પર બે ભાઈઓના પરિવારો વચ્ચે મારામારી થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણાનામગપરા રોડ પર રહેતાં બે દંતાણી (દેવીપૂજક) ભાઈઓના પરિવારો વચ્ચે રવિવારે સવારે મારામારી થતાં પાંચને નાની-મોટી ઈજા પહોંચી હતી. બાબતે બી ડિવિઝન પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવાઈ છે.

મહેસાણાના મગપરા રોડ પર રેલવે મસ્જિદની સામે રહેતા દેવીપૂજક નટવરભાઈ તથા કસ્તુરભાઈના પરિવારો વચ્ચે રવિવારે સવારે મારા-મારી થઈ હતી. જેમાં બંને પક્ષે કુલ પાંચને નાની-મોટી ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાબતે દેવીપૂજક મનોજભાઈ નટવરભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે દંતાણી કસ્તુરભાઈ મથુરભાઈ, રમીલાબેન કસ્તુરભાઈ તથા સારિકાબેન કસ્તુરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, રવિવારે સવારે તેઓ કપડાંનો થેલો લારીમાં મુકી ધંધા પર જવાની તૈયારી કરતા હતા ત્યારે અહીં રાત્રે થયેલી તકરારની અદાવત રાખી કસ્તુરભાઈ સહિતે તેમને માર માર્યો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલા વિક્રમભાઈને પણ માર્યા હતા. જ્યારે કસ્તુરભાઈએ દેવીપૂજક નટવરભાઈ, તેમના પુત્રો મનોજભાઈ, કિશોરભાઈ, વિક્રમભાઈ, લીલાબેન નટવરભાઈ તથા પૂજાબેન નટવરભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં સવારે આવેલા મનોજભાઈ તથા નટવરભાઈએ અમારી પર કેમ ફરિયાદ કરી છે કહીંને તકરાર કરી લાકડી, ધારિયું અને ગડદાપાટુનો માર તેમને તથા તેમની પત્ની અને પુત્રીને માર્યો હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો