મેનેજમેન્ટ ફંડા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેનેજમેન્ટ ફંડા

એન. રઘુરામન raghu@dainikbhaskargroup.com

ટેક્નોલોજીની ઈફેક્ટ : સારી, ખરાબ, ઘૃણાસ્પદ

તમે તેનો દુરુપયોગ કરી શકો છો : અમદાવાદનો 28 વર્ષનો મિકેનિકલ એન્જિનયર વિશાલ ટાંક ટાટા જૂથમાં નોકરી મેળવવા ઈચ્છતો હતો. તેની પાસે જે નોકરી હતી તેમાં તેને દર વર્ષે રૂ.7 લાખ મળતા હતા, પરંતુ તેની ઈચ્છા ટાટા જૂથ સાથે કામ કરવાની હતી. તે પણ ગ્રુપની લંડન ખાતેની કંપની જગુઆર લેન્ડર રોવર સાથે. આથી તેણે ટાટા ગ્રુપના ચેરમને સાયરસ મિસ્ત્રીનો નકલી ઈ-મેલ એકાઉન્ટ બનાવ્યો અને કંપનીના ટોચના બોસને ઈમેલ મોકલ્યો, જેમાં પોતાનું નામ બ્રાઈટ કેન્ડિડેટ તરીકે રેકમેન્ડ કરીને નોકરી માટે સૂચન કર્યુ. તેને પૂરો વિશ્વાસ હતો કે સાયરસ મિસ્ત્રીનું નામ ઊંચી પોસ્ટ અપાવવામાં તેની મદદ કરશે. ત્રણ વખત નોકરી મેળવવામાં નિષ્ફળ રહેવાથી તેણે પોતાનું સપનું પૂરું કરવા સાયબર અપરાધનો માર્ગ અપનાવ્યો હતો. કંપનીના અધિકારીઓને ગરબડની જાણ થઈ કેમ કે સાયરસ મિસ્ત્રી ક્યારેય પ્રકારના મેલ મોકલતા હતા. તેમણે મુંબઈ ઓફિસના અધિકારીઓને પત્ર લખ્યો, જેમણે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધ્યો. વિશાલ ટાંકને ત્યાં કોલ લેટર પહોંચવાને બદલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પહોંચી ગયા અને તેનું લેપટોપ જપ્ત કરીને તેને પોતાની સાથે લઈ ગયા.

તમે કાયદાના ગુનેગારને પકડી શકો છો : ગયા અઠવાડિયે સુભાન કોહરી અને તેનો મિત્ર કુશલ પટેલ પોતાના કઝિનની સાથે મુંબઈ નજીકના બાદલપુર ખાતેના એક વોટરપાર્કમાં પહોંચ્યા. તેમણે પોતાનો કિંમતી સામાન વોટર પાર્કના લોકરમાં સલામત મૂકી દીધો, પરંતુ કોઈએ છેતરપીંડી આચરીને સુપરવાઈઝર પાસેથી તેમની બેગ લઈ લીધી, જેમાં તેમનાં કપડાં, પર્સ ઉપરાંત મોબાઈલ ફોન, કાંડા ઘડિયાળ અને કેમેરો પણ હતો. તેમણે ઘરે ફોન કરીને કપડા મગાવ્યા અને ચોરને પકડવા વિચારવા લાગ્યા. તેમણે ચોરી થયેલા ફોનનો ફોટો ઓએલએક્સ પર પોસ્ટ કર્યો અને તેને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. તેઓ ચેક કરવા લાગ્યા કે શું કોઈ તેમની માગણી મુજબનો ફોન વેચવા આવે છે. રવિવારે તેમને જાહેરાત મળી જે એચટીસીના એક મોબાઈલ વેચવા અંગેની હતી. તેમનો ચોરાયેલો ફોન હતો, જેની પેનલ પર રાઈડ સાઈડે એક ડેન્ટ હતો. તેમણે વેચનારનો સંપર્ક કર્યો અને એક ગ્રાહકની જેમ ભાવતાલ કર્યા. તેમણે તેની સાથે મિત્ર જેવો વ્યવહાર કર્યો અને તેને મળવા માટે આગ્રહ કર્યો. આખરે બે દિવસ બાદ તેઓ તેને બોલાવવામાં સફળ રહ્યા. મિત્રોની મદદથી તેમણે તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો.

તમે ઉપાય શોધી શકો છો : અમદાવાદની સોસાયટી ફોર રિસર્ચ એન્ડ ઈનિશિએટિવ ફોર સસ્ટેનેબલ ટેક્નોલોજીસ એન્ડ ઈન્સ્ટિટ્યુશન્સ (એસઆરઆઈએસટીઆઈ) પોતાના સમર ઇન્ક્લુસિવ ઇનોવેશન સ્કૂલના ત્રીજા વર્ષ માટે આવેલી 200 અરજીઓમાંથી 30 વિદ્યાર્થીની પસંદગી કરશે. અરજી 12 રાજ્યો અને 14 સેક્ટરોમાંથી આવી છે, જેમાં એન્જિનિયરિંગ, ડિઝાઈન, મેનેજમેન્ટ, સોશિયલ સાયન્સ અને અન્યનો સમાવેશ થાય છે. તેમાં દેશભરના વંચિત બાળકો અને મહિલાઓની સમસ્યાઓના સમાધાનનો અભ્યાસ હાથ ધરાશે. 5 જૂનથી શરુ થનારો પ્રોગ્રામ 25 જૂન સુધી ચાલશે અને તેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને એમઆઈટી, યુસી બર્કલે, આઈઆઈટી અને એમઆઈટી ઉપરાંત ગ્રાસરૂટ ઈનોવેટર્સ તેમને સલાહ-સૂચન આપશે. તેમાં સામેલ થનારા વિદ્યાર્થીઓની ઉંમર 7 થી 24 વર્ષની હશે.

ફંડાછે કે, ટેક્નોલોજીની થ્રી-ડાયમેન્શનલ ઈફેક્ટ થાય છે - સારી, ખરાબ અને ઘૃણાસ્પદ. હવે તમારા પર આધાર રાખે છે કે તમે પોતાને તેમાંથી ક્યાં વિકસિત કરવા ચાહો છો.

અન્ય સમાચારો પણ છે...