તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કડીની મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત

કડીની મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીનીરાજનગર સોસાયટીમાં રહેતી મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે બુધવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

કડી તાલુકાના સૂરજ ગામના નાયી દશરથભાઈ કડીમાં પરિવાર સાથે રાજનગર સોસયટીમાં રહે છે. બે દિવસ અગાઉ તેમના પત્ની 50 વર્ષીય અરૂણાબેન બીમાર થતાં કડીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં રિપોર્ટના આધારે તેમને સ્વાઇન ફ્લૂ થયો હોવાનું નિદાન થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન બુધવારે તેમનું મોત થયું હતું. મૃતદેહ પરિવારજનોને સોપાતા અમદાવાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. બીજી તરફ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ જણાતા આરોગ્ય ખાતુ દોડતું થયું હતું.