• Gujarati News
  • મોકાસણમાં અજગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

મોકાસણમાં અજગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોકાસણગામની ભાગોળે સોમવારે રાત્રે સાડા સાત ફૂટનો અજગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. જો કે, મોઢાના ભાગે ઈજાગ્રસ્ત અજગરને યુવાનોએ જકડી લીધો હોઈ કડીના જીવદયાપ્રેમી અને વાઈલ્ડ લાઈફ વિભાગના રોજમદાર અમદાવાદ લઈ ગયા હતા.

કડીના મોકાસણ ગામના ચોતરે બેસેલા લોકેએ સોમવારે રાત્રે સાડા આઠેક વાગ્યે લાઈટના અજવાળે આશરે સાડા સાત ફૂટનો અજગર જોતાં ગ્રામજનોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. યુવાનોએ મોઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં આવેલા અજગરને જકડી રાખી મામલતદાર અને પોલીસને જાણ કરી હતી. મામલતદારની સૂચનાથી વાઈલ્ડ લાઈફ વિભાગના હંગામી કામદાર સુરેશભાઈ તથા કડીના જીવદયાપ્રેમી કેતનભાઈ બારોટ સાડા સાત ફૂટનો લગભગ 20 કિગ્રા વજનનો અજગર પથંકમાં પ્રથમ વખત જોઈ ચોંકી ઊઠ્યા હતા અને ઇજાગ્રસ્ત અજગરને અમદાવાદની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, હેડ ક્વાટરમાં અવારનવાર ગુલ્લી મારીને જતા રહેતા કડી વાઈલ્ડ લાઈફ ફોરેસ્ટ ઓફિસર ઠાકોર અહીં દેખાયા નહોતા.