• Gujarati News
  • ONGC વેલમાં લીકેજ થતાં હવાનો ફૂવારો ઊડ્યો

ONGC વેલમાં લીકેજ થતાં હવાનો ફૂવારો ઊડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંથલનજીક ઓએનજીસીના 185 નંબરના વેલ પર સોમવારે રાત્રે ઓઇલ ઉત્પાદનની કામગીરી દરમિયાન થયેલા લીકેજના કારણે એકાએક ગગનભેદી અવાજ સાથે પેટાળમાંથી હવાનું પ્રેસર 10 ફૂટ બહારની તરફ ફેંકાતાં ઓએનજીસી, પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. હવાના પ્રેશર સાથે વાતાવરણમાં કેટલાક અંશે ગેસ પ્રસરતાં સાંથલ ગામમાં આંખોમાં બળતરા, શ્વાસ રુંધાવો, ઉલ્ટી, નાક ગળવા સહિતની ઉઠેલી ફરિયાદના પગલે આરોગ્યની બે ટીમોએ સરવે કામગીરી હાથ ધરી હતી. જ્યારે ઓએનજીસની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ પ્રસર્યો હતો.

સાંથલ ગામથી અડધો કિલોમીટરના અંતરે આવેલા ઓએનજીસીના 185 નંબરના 10 વર્ષ જૂના વેલ પર સોમવારે રાત્રે 20થી વધુ કર્મચારીઓ દ્વારા ઓઇલનું ઉત્પાદન વધારવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આઠેક વાગ્યે અચાનક બે બાજુ થયેલા લીકેજના કારણે કાનફાડી નાખે તેવા ગગનભેદી અવાજ સાથે પેટાળમાંથી હવાનું પ્રેસર 10 ફૂટ બહારની તરફ ફેંકાતાં ફફડાટ પ્રસર્યો હતો. બીજી બાજુ રાત્રિના ઠંડા ...અનુસંધાનપાન-8

વાતાવરણમાંહવાના પ્રેસર સાથે કેટલાક અંશે પ્રસરેલા ગેસના કારણે સાંથલ ગામમાં શ્વાસની બિમારી ધરાવતા વૃધ્ધો તેમજ બાળકોમાં શ્વાસ લેવાની તકલિફની સાથોસાથ ઉલ્ટી, નાક ગળવું, માથું દુ:ખાવા સહિતની ફરિયાદો ઉઠી હતી. રાત્રે 10.30 કલાકે વેલ પર હવાના પ્રેસરની જાણ થતાં ઓએનજીસીના એસેટ મેનેજર ઉત્પલ બોરા સહિત અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં અમદાવાદથી સવારે 6.30 કલાકે અહીં પહોંચેલી એક્ષપર્ટ ટીમ દ્વારા કલાકો સુધી ચાલેલી કામગીરી દરમિયાન કડી પ્રાંન્ત અધિકારી એચ.એસ.પટેલ, મહેસાણા તાલુકા વિકાસ અધિકારી ગજાનંદ રાવલ, એસઓજી પીઆઇ જે.એસ.ચાવડા સહિતનું વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું.

{એક્સપર્ટ ટીમે સમારકામ હાથ ધર્યું

{આરોગ્યની ટીમો દ્વારા ગામમાં સર્વે કરાયો

}SRP અને ગામલોકો વચ્ચે ચકચક ઝરી

વેલપરહવા સાથેના પ્રેશરમાં ગેસનું ગળતર થયું હોવાના મુદ્દે સરપંચ કનૈયાલાલ અને ઓએનજીસીના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. જેમાં સરપંચ સહિતના ગામના આગેવાનોએ બનાવવાળી જગ્યાએ જવાની જીદ કરતાં હાજર એસઆરપીએ તેમને અટકાવતા કેટલાક સમય માટે ઉશ્કેરાટનો માહોલ સર્જાયો હતો.

}શ્વાસોશ્વાસમાં તકલીફ, ગળું-માથું દુ:ખવાની ફરિયાદ

સાંથલપ્રાથમિકઆરોગ્ય કેન્દ્રના ડૉ.મિલવ પટેલે જણાવ્યું હતું કે, આંખો બળવાની, શ્વાસોશ્વાસ લેવામાં તકલિફ પડતી હોવા સહિતની ફરીયાદ સાથે ઓપીડી દરમિયા