• Gujarati News
  • 80 કિલો વજનનો સળિયો મજૂરના પેટમાં ઘૂસી ગયો

80 કિલો વજનનો સળિયો મજૂરના પેટમાં ઘૂસી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનનાઅજમેરમાં કેકડી ખાતે આવેલી એક વૂલન ફેક્ટરીમાં ગુરુવારે બપોરે કટરમાં કાપડ લપેટવાના મશીનનો સળિયો એક મજૂરના પેટમાં ઘૂસી ગયો હતો. ત્યાં ઉપસ્થિત અન્ય મજૂરોએ તુરંત તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને ડોક્ટરોએ પણ જરાય ઢીલાશ રાખ્યા વગર ઓપરેશન કરતા તે મજૂર મોતનાં મોંમાંથી પાછો ફર્યો હતો.

ફેક્ટરીમાં બિહારનો રહેવાસી વિકાસ વૂલન કટર મશીન પર કામ કરતો હતો. દુર્ઘટના પછી મજૂરોએ આખા મશીનને ખોલી નાખ્યું અને પેટમાં ફસાયેલા અંદાજે 80 કિલો વજનના મશીનના સળિયા સાથે તેને લોહીલુહાણ હાલતમાં કેકડી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કેસની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તુરંત તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. ત્યાં ડોક્ટરોએ તાત્કાલિક વિકાસનું ઓપરેશન કરીને તેના પેટમાંથી મશીનનો સળિયો કાઢી નાખ્યો હતો. ડોક્ટરોએ જણાવ્યા અનુસાર હાલમાં તેની સ્થિતિ જોખમમાંથી બહાર છે.