• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • હાઇકોર્ટના આદેશ બાદ મહેસાણા પોલીસે અપહ્ય્ત સગીરાને શોધી કાઢી

હાઇકોર્ટના આદેશ બાદ મહેસાણા પોલીસે અપહ્ય્ત સગીરાને શોધી કાઢી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીથી અપહ્રત સગીરાને ગુજરાત હાઇકોર્ટના આદેશથી મહેસાણા ડીવાયએસપી શોધી લાવ્યાના બીજા જ દિવસે પુન: તેણીના ઘરે પહોંચેલા યુવાનને લોકોએ માર મારી પોલીસને હવાલે કર્યો હતો. કડી પોલીસે યુવાન સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

મહેસાણા નજીકના એક ગામની સગીરા તેની માતા સાથે કેટરીંગના કામસર કડી ગઇ હતી. તે સમયે મૂળ ડાભલાનો અને હાલ કડીમાં રહેતો અખિલજી નાથુજી ઠાકોર તેને ભગાડી ગયો હતો. 3 મહિના પૂર્વે બનેલી આ ઘટના બાદ સગીરાની શોધખોળ કરવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહેતાં પરિવારે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સગીરાને તાત્કાલિક લાવી કોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને હુકમ કર્યો હતો. જેને પગલે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ હાથ ધરેલી તપાસ દરમિયાન બે દિવસ પૂર્વે સગીરા મળી આવી હતી. જ્યારે અખિલજી નાસી ગયો હતો. સોમવારે સગીરા તેના ઘરે પહોંચી હતી અને બુધવારે બપોરે ભાગતો ફરતો અખિલજી તેના ઘરની બહાર આવીને ઉભો રહી જતાં સગીરાના પરિવારજનોએ તેને પકડી મહેસાણા ડીવાયએસપી મંજીતાબેન પાસે લઇ ગયા હતા. જોકે, અખિલજી કડીના અપહરણના ગુનામાં વોન્ટેડ હોઇ કડી પોલીસને સોંપવા તજવીજ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...