• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી પંથકમાં નર્મદા કેનાલના કામોની મંત્રી દ્વારા ઓચિંતી ચકાસણી કરાઇ

કડી પંથકમાં નર્મદા કેનાલના કામોની મંત્રી દ્વારા ઓચિંતી ચકાસણી કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીઆનંદીબેન પટેલની સૂચનાથી ગુજરાતમાં થઈ રહેલા નર્મદા કેનાલના કામોની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતા હેઠળ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો રાજ્યભરમાં થતા કામોની તપાસ કરી કામની ગુણવત્તા અંગે રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સોપશે.

કમિટીના અધ્યક્ષ નિતિનભાઈ પટેલ દ્વારા શુક્રવારે કડી તાલુકાના ખાવડ નજીક નર્મદાની માઈનોર કેનાલના કામોની ઓચિંતી તપાસ કરવામાં આવતાં તંત્ર દોડતું થઇ ગયું હતું. ઉપરાંત તેમણે તાલુકાના વેકરા અને કુમાદની માઈનોર કેનાલની પણ સરપ્રાઈઝ ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન કેનાલના કામની ગુણવત્તા તપાસવા તેનું સેમ્પલ સાથે લઈ જતા અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ચાલી રહેલા વિવિધ કામોની ગુણવત્તા સુધરે અને કામ ઝડપી પૂરા થાય તે માટે સમગ્ર રાજ્યમાં કામોની સ્થળ ચકાસણી મુખ્યમંત્રીના આદેશને પગલે શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...