કડી તાલુકા પંચાયતની પાંચ બેઠકો વધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાગામીમહિનાઓમાં કડી તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેવામાં વર્ષોથી બેઠકો પર પ્રભુત્વ મેળવીને બેઠેલા રાજકીય અગ્રણીઓની બેઠકોના પ્રકારો બદલાતાં સ્થાનિકક્ષેત્રે રાજકીય ગરમાવો પ્રસર્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કડી તાલુકાની કુલ વસ્તી 250672ની વસ્તી પ્રમાણે અગાઉની 25 બેઠકોમાં પાંચ બેઠકોનો ઉમેરો કરી 30 બેઠકો જાહેર કરેલ છે. કડી તાલુકાના રાજકીય અગ્રણીઓની બેઠકોના પ્રકાર બદલાઈ જતા નેતાઓએ અન્ય બેઠકો પર નજર દોડાવતા સ્થાનિક રાજકીયક્ષેત્ર ગરમાવો પ્રસર્યો છે. કડી તાલુકા પંચાયતના પ્રમુખ અજેન્દ્રભાઈ, ઉપપ્રમુખ શંભુભાઈ પટેલ, પૂર્વ કારોબારી ચેરમેન અશ્વિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓની બેઠકોમાં ફેરફાર થતા અન્ય બેઠકો પર નજર ફેરવતા રાજકીય ગરમાવો પ્રસર્યો છે. 30 બેઠકો પૈકી ભાલ્કી-ધરમપુર અને સાદરા-આલુસણા જેવી 11 ગ્રામીણ બેઠકો સૌથી મોટી છે.

અન્ય સમાચારો પણ છે...