• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • આતંકવાદીઓ સામે લડવા સીરિયા પહોંચ્યો હોલિવૂડનો હીરો માઈકલ

આતંકવાદીઓ સામે લડવા સીરિયા પહોંચ્યો હોલિવૂડનો હીરો માઈકલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઇકલએનરાઇટ 51 વર્ષના છે. હોલિવૂડ સહિત અમેરિકન ટીવી જગતમાં માઇકલ ટોપ સ્ટાર તરીકે જાણીતા છે. બ્રિટિશ મૂળના એક્શન હીરોને વર્ષ 2006માં આવેલી જોની ડેપની ફિલ્મ પાઇરેટ્સ ઓફ કેરેબિયન - ડેડ મેન ચેસ્ટ થી પ્રસિદ્ધિ મળી હતી. ફિલ્મો ઉપરાંત ઘણા ક્રાઇમ થ્રિલર અને ક્રાઇમ શોમાં જાસૂસી એજન્ટ બનનાર માઇકલે બધુ છોડીને અસલ જીવનમાં બંદૂક પકડી લીધી છે. માઇકલ આજકાલ સીરિયામાં એક સુદૂરવર્તી વિસ્તારમાં આઈએસ આતંકવાદીઓ સામે લડી રહ્યા છે. 24 કલાક સૈન્ય ગણ‌વેશ પહેરવો અને એક-47 ની સાથે સુનારા માઇકલ હોલિવૂડના પહેલા એવા વ્યક્તિ છે, જેણે આવુ પગલુ ભર્યું છે. તાજેતરમાં દુબઈની એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ બાદ બે મહિના કરતા ...અનુસંધાનપાના નં.17





વધારેસમયથી લાપતા માઇકલના પગલાની જાણકારી મળી હતી. માઇકલ કુર્દ લોકોએ બનાવેલી પીપલ્સ પ્રોટેક્શન યુનિટમાં સામેલ છે. ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ જણાવતા કહ્યું - તમે વોર કે એક્શન ફિલ્મોમાં સ્પેસિયલ ઇફેક્ટ્સથી તૈયાર જે સીન જુઓ છો તે ત્યાં રોજની હકીકત છે. હું એકલો ઊભો રહીને સામેથી આવી રહેલા આતંકવાદીઓ પર ગોળીઓ ચલાવતો રહું છું. પછી અચાનક મારા કાનોમાં જોરદાર ગડગડાટ સંભળાય છે. તે ગઠબંધન સેનાઓનું કોઈ યુદ્ધ વિમાન હોય છે. જે ઠીક મારી ઉપર ઊડીવે દુશ્મનો પર ગોળીઓ વરસાવે છે અને આગળ જતુ રહે છે.’ અહીં પહોંચવા પાછળની કહાણી વિશે એનરાઇટે કહ્યું હતું કે-‘ હું તો 9/11ના હુમલા બાદ પણ અફઘાનિસ્તાન જવા માગતો હતો. પણ હોલિવૂડના મારા મિત્રોએ મને રોકી લીધો હતો. ઇન્ટરનેટ પર આઈએસએ કરેલા નરસંહારના વીડિયો જોયા બાદ મેં અહીં આવવાનો નિર્ણય કર્યો હતો. વખતે કોઇને નહતું જણાવ્યું. બસ સામાન ઉઠાવ્યો અને સીરિયા આવી ગયો. કોઇ આર્મી ટ્રેનિંગ નહતી લીધી, બધુ અહીં શીખ્યો. મારા માથે આખી રાતના પેટ્રોલિંગની જવાબદારી છે. જે રાત ફાયરિંગ વિના ગુજરે છે તે શાંતિની રાત હોય છે. ક્યારેક-ક્યારેક જ્યારે દિવસમાં આતંકીઓ અમારી તરફ આગળ વધતા હોય છે ત્યારે અમે અડધી ઊંઘમાં લડવા લાગીએ છીએ.’

ચોકી કરી રહેલા માઇકલ ( ડાબે ), ફિલ્મમાં જોની ડેપ સાથે ( જમણે )

રીલ લાઇફ : પાઇરેટ્સ ઓફ કેરેબિયન

રિયલ લાઇફ

ભાસ્કર વિશેષ

અન્ય સમાચારો પણ છે...