લઠ્ઠાકાંડ: ATSએ વધુ એક આરોપીને ફૈઝાબાદથી પકડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંઠ્ઠાકાંડનીતપાસમાં મુખ્ય સૂત્રધાર રામુ યાદવની પાસેથી એટીએસએ મહત્વની કડીઓ ઓકાવી હતી. જેમાં બુટલેગર રામુ યાદવને દિપક નામના શખ્સે મિથેનોલવાળો દારૂ બનાવવાની રીત શીખવી હતી.દિપક મૂળ યુપી ફૈઝાબાદનો વતની અને ડ્રાઈવરની નોકરીમાં મુંબઈ,અંકલેશ્વર અને ભરૂચમાં ટેન્કરોમાં મિથેનોલ કંપનીમાં સપ્લાય કરવા આવતો હતો.એટીએસની એક ટીમ દિપકને શોધવા માટે યુપી ગઈ છે.જ્યા એટીએસને દિપકને પકડવામાં સફળતા મળી હોવાની વાત જાણવા મળી છે.દિપક નામના ચાલકે બન્ને ડ્રાઈવરો સાથે રામુની ઓળખાણ કરાવી હતી અને મિથેનોલ દેશી દારૂ બનાવવામાં કેવી રીતે ઉપયોગ કરવાનો તે બાબતેની રીતો રામુને તેણે શીખવી હતી.રામુ મિથેનોલવાળો દારૂ બનાવવા માટે દિપકને હજારોની રકમ પણ આપતો હતો. હાલમાં એટીએસએ યુપી તેના વતન ફૈઝાબાદ પહોંચીને ત્યાંથી સ્થાનિક પોલીસ અને ક્રાઈમબ્રાંચની મદદ લઈને દિપકને પકડવામાં સફળતા સાંપડી હોવાની વાત જાણવા મળી છે. આગામી દિવસોમાં એટીએસ યુપીથી દિપકને સુરત લાવીને ધરપકડની કાર્યવાહી કરશે.

બુટલેગર રામુ બેરેલના

2 હજાર ડ્રાઈવરોને આપતો લઠ્ઠાકાંડમાંએટીએસએ મોતના 3 સોદાગરોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટએ 10 દિવસના પોલીસ રીમાન્ડ આપ્યા હતા. ટ્રેન્કર ચાલક મનોજ લલ્લનપ્રસાદ વર્મા તથા કૈલાશ નારાયણ તિવારીએ બુટલેગર રામુ યાદવને ટેન્કરનું સીલ ખોલીને 210 મિથેનોલ આપ્યું હતું. રીમાન્ડમાં મિથેનોલથી દારૂ બનાવવાની રીત કોણે શીખવી તથા મિથેનોલનો અન્ય જથ્થો કોઈને આપ્યો છે કે કેમ તમામ પાસાઓને બારીકાઈથી એટીએસ તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...