• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • PSIએ કહ્યું, DCP સાહેબે જોરથી લાકડી મારતાં મેં લાફો ઝીંકી દીધો

PSIએ કહ્યું, DCP સાહેબે જોરથી લાકડી મારતાં મેં લાફો ઝીંકી દીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટપર પીએસઆઈએ ડીસીપીને લાફો માર્યાની ઘટનામાં દિવ્ય ભાસ્કરએ તપાસ કરતા જાણવા મળ્યું કે ઝોન 6 ડીસીપી રીડર તરીકે ફરજ બજાવતા પીએસઆઈ આર.એફ. ચૌધરી અને ઝોન-4 ડીસીપી એસ.કે.ગઢવી વચ્ચે એરપોર્ટ સંકુલમાં ગરમાગરમી થઈ હતી.

પીએસઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારી ડ્યૂટી શુક્રવારે સાંજે અેરપોર્ટની વીવીઆઈપી લોન્જમાં હતી. ગરમા ગરમી પછી ગઢવી સાહેબે તેમની સ્ટિકથી મને મારતા હું ઉશ્કેરાઈ ગયો હતો અને મેં લાફો ઝીંકી દીધો હતો. ઘટના બાદ ઝોન 6 ડીસીપી આર.ટી.સુસરા સીક લીવ પર ઉતરી ગયા હતાં. હાલ હું મારી ઓફિસમાં કામ કરું છું. મને પોલીસ કમિશનર કે અન્ય કોઈ ઉચ્ચ અધિકારીએ બોલાવ્યો નથી.

આર.એફ. ચૌધરી

PSIએ એલજીમાં આઉટડોર સારવાર લીધી

પીએસઆઈચૌધરીના જણાવ્યા અનુસાર, ડીસીપીએ સ્ટિક ખભે મારતા સોળ પડી ગયા. શનિવારે એલજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

1દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ

પોલીસકમિશનર શિવાનંદ ઝાએ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે. જ્યારે ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારીના નિવેદન લઈ ઈન્કવાયરી 1 દિવસમાં પૂરી કરવાના આદેશ આપ્યાં છે.

એરપોર્ટ પર શુક્રવારે મોદીના બંદોબસ્ત દરમિયાન ગરમા ગરમી થઈ હતી

અન્ય સમાચારો પણ છે...