તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ગૌરક્ષકોના મારથી યુવકના મૃત્યુની તપાસ ‘સીટ’ને સોંપાઈ,આનંદનગર PIની બદલી

ગૌરક્ષકોના મારથી યુવકના મૃત્યુની તપાસ ‘સીટ’ને સોંપાઈ,આનંદનગર PIની બદલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરક્ષોનામારથી મૃત્યુ પામેલા મહંમદ અયુબ મેવાનીના હત્યારાઓને આનંદનગર પોલીસ પકડી શકી નથી. મહંમદ અયુબની લાશ ઉપાડવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો હોવાના મામલે શુક્રવારે આખી રાત વીએસ હોસ્પિટલમાં તંગદિલી છવાઈ હતી.તેમ છતાં પોલીસ મહંમદ અયુબના પરિવારના સભ્યોને સમજાવી શકી હતી. મોતની ઘટનામાં તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. તપાસમાં બેદરકારી બદલ આનંદનગર પીઆઈ પી.બી.રણાની ટ્રાફિક શાખામાં બદલી કરી તેમના સ્થાને સ્પેશિયલ બ્રાંચના પીઆઈ જે.ડી. ડાંગરવાલાને મુકાયા છે. સીટમાં ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રન અને એસીપી બી.સી. સોલંકી, બે પીઆઈ અને બે પીએસઆઈનો સમાવેશ થાય છે.

એસજી હાઈવે ઉપર કર્ણાવતી કલબ નજીક ગાડીની ડેકીમાં વાછરડા લઇને જતા મહંમદ અયુબ અને સમીર શેખ ઉપર ગૌરક્ષકોએ હુમલો કર્યો હતો.મહંમદ અયુબનું શુક્રવારે સાંજે વીએસમાં મોત નિપજ્યું હતુ.જો કે મહંમદ અયુબના હત્યારા પકડાય ત્યાં સુધી તેની લાશ લઇ જવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો હતો. મોડી રાતે વીએસ હોસ્પિટલ ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસ કુમક ખડકી ઉપરી અધિકારીઓ દોડી આવ્યા હતા.વાતાવરણ તંગ થતાં પોલીસે 120 લોકોની અટકાયત કરી હતી.

મૃતક અયુબ

મહંમદ અયુબની માતાએ અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો

મહંમદઅયુબની માતા મહેરાબાનુએ આરોપીની ધરપકડની માગણી અને પોલીસની કામગીરીથી નાખુશ થઈ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે મહંમદ અયુબનો મૃતદેહ વટવા સૈયદવાદી ઈમદાદનગર ખાતે લવાઇ ત્યારે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

પોલીસનિષ્ક્રિય: ભરતસિંહ સોલંકી, કલેક્ટરને આવેદનપત્ર

કોંગ્રેસનાપ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માગણી કરી હતી કે, ગુંડાગર્દી કરતા તત્વો અને સમગ્ર ઘટનામાં નિષ્ક્રિય પોલીસ અધિકારી સામે ગંભીર પગલાં ભરવામાં આવે. ફક્ત ચૂંટણી સમયે ભાજપને ગૌરક્ષાની વાતો યાદ આવે છે. દરમિયાન દલિત તેમજ મુસ્લીમ અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારની ધરપકડ કરવા, જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવા તેમજ કેસની નિસ્પક્ષ તપાસની માગણી કરી હતી.

VS હોસ્પિટલ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા, 120ની અટકાયત

SG હાઈવે પર સોમવારે રાત્રે હુમલા પછી શુક્રવારે યુવકનું મૃત્યુ થયું હતું

ગૌરક્ષકોના હુમલામાં મૃત્યુ પામેલા અયુબનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈન્કાર કર્યો હતો. મૃતદેહ ઘરે લવાયો ત્યારે મૃતકની માતા અને પત્ની બેભાન થઈ ઢળી પડ્યા હતા. ફોટ- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...