• Gujarati News
  • લક્ષ્મીપુરા પાટિયા પાસે ટ્રકની અડફેટે બાઇકચાલકનું મોત

લક્ષ્મીપુરા પાટિયા પાસે ટ્રકની અડફેટે બાઇકચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીપુરાપાટિયા પાસે ગુરુવારે સાંજે ટ્રકચાલકે સામેથી આવતા બાઇકને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા લક્ષ્મીપુરાના બાઇકચાલક યુવાનનું મોત થયું હતું.

કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતા વિષ્ણુભાઇ શંકરભાઇ બજાણિયા ગામના દશરથભાઇ પટેલનું બાઇક લઇ ગુરુવારે બપોરે ભેંસો માટે પૂળા લઇ કલોલના ધારપુર ગામે ગયા હતા અને સાંજે 7-15 વાગે તેઓ ગામ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે લક્ષ્મીપુરા પાટિયા પાસે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. બનાવમાં હવામાં ફંગોળાઇ જમીન પર પટકાયેલા વિષ્ણુભાઇ બજાણિયાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ભરતભાઇ શંકરભાઇ બજાણિયાએ નંદાસણ પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોધાવતાં હેકો. રમેશભાઇ મણીલાલે તપાસ હાથ ધરી છે.