તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારિજ અને ગોચનાદમાંથી જુગાર રમતા સાત ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજશહેર અને સમી તાલુકાના ગોચનાદ ગામે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી 11 શકુનિઓને રૂ.34,650ની મત્તા સાથે પકડી પાડ્યા હતા.

સમી તાલુકાના ગોચનાદ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે સમી પોલીસે રેડ કરી ઠાકોર રતાભાઇ ભગવાનભાઇ, ઠાકોર કનુભાઇ માધાભાઇ, ઠાકોર કાન્તીભાઇ રતાભાઇ અને ઠાકોર દાનાભાઇ કેશાભાઇને જુગાર સાહિત્ય અને રોકડ રકમ રૂ.7250 સાથે ઝડપી લીધા હતા. જે અંગે સમી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

જ્યારે હારિજમાં એક ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ઠકકર રાજેશ ઉર્ફે રાજુ ટોકરશીભાઇ, કંસારા સુધીર ચંન્દ્રકાન્તભાઇ, ઠકકર રાજ નટવરલાલ, ઠકકર ભરત રસીકલાલ, ઠકકર કમલેશ કનૈયાલાલ, ઠકકર જગદીશ નારણલાલ અને દરજી રાકેશ જયંતિલાલ જુગાર રમતાં ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી રૂ. 27,400 કબજે લઇ હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...