• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ડેડાણામાં સામાન્ય ઝઘડામાં બે જૂથો વચ્ચે હથિયારો ઉછળ્યા, 7ને ઇજાઓ

ડેડાણામાં સામાન્ય ઝઘડામાં બે જૂથો વચ્ચે હથિયારો ઉછળ્યા, 7ને ઇજાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીતાલુકાના ડેડાણા ગામે ઠાકોર અને દરબાર જૂથ વચ્ચે ઝઘડાની અદાવતમાં ઘાતક હથિયારો સાથે થયેલા ધિંગાણામાં 7 જણાને ઇજા થઇ હતી. જે પૈકી 2ની હાલત ગંભીર હોઇ વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. પોલીસે બંને જૂથના 29 જણા સામે ગુનો નોંધ્યો છે. ઘટનાને પગલે ગામમાં તંગદિલી છવાઇ જતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ડેડાણા ગામે શુક્રવારે રાત્રે ઠાકોર ભાઇલાલજી અને ઝાલા મનુભા ઉર્ફે બગી વિનુભા વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયો હતો. જેની અદાવતમાં બંનેના જૂથો ધારિયા, બરછી, લોખંડની પાઇપો, છરી, લાકડીઓ સહિત ઘાતક હથિયારો લઇ સામસામે અાવી ગયા હતા. જેમાં ઠાકોર ગલાબજી માંડજીજી, જયંતીજી વેલાજી, ચતુરજી નાથાજી, ઝાલા દોલસંગ જીલુજી સહિત 7 જણાને ઇજા પહોંચી હતી. જે પૈકી ગલાબજી અને જયંતીજીને વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. પથ્થરમારામાં નાગજીજી ઠાકોરના ઘરમાં વાસણોને નુકસાન થયું હતું.

બનાવ અંગે ઠાકોર નાગજીજી ચતુરજીએ ગામના ઝાલા મનુભા ઉર્ફે બગી વિનુભા, છગુભા વિનુભા, નવુભા વિનુભા, દોલસંગ જીલુજી, વનરાજસિંહ બનેસંગ, બનેસિંહ જેણાજી, બોડાજી બનેસંગ, બળવંતસંગ જેહરસંગ સહિત 14 જણા વિરુદ્ધ રાયોટિંગ અને રૂ.2100ની લૂંટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

તો સામે પક્ષે ઝાલા દોલસંગ જીલુજી કાલુજીએ ઠાકોર ભાઈલાલ હેમાજી, ગાભાજી ભુપતાજી, કાન્તીજી ભુપતાજી, હલુજી હરજીજી, દીનાજી હલુજી, તખાજી ભીખાજી, જીવણજી બાબુજી, સોનજીજી લાલાજી, કલાજી સાકાજી, નાગજીજી ચતુરજી સહિત 15 વિરુદ્ધ રાયોટિંગ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પીએસઆઇ એમ.જે.બારોટ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...