• Gujarati News
  • પરિણીતાને દહેજ માટે મારમારતાં સાસરિયાં

પરિણીતાને દહેજ માટે મારમારતાં સાસરિયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદબારકોશિયા રોડ પર રહેતી એક પરિણીતા પાસે તેના સાસરિયાંઓએ પૈસાની માંગણી કરી હતી. પરંતુ પરિણીતાએ સાસરિયાંઓની માંગણી સંતોષતા તેઓએ લાકડીઓ તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. સંદર્ભે પરિણીતાએ નડિયાદ શહેર પોલીસ મથકે ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નડિયાદ બારકોશિયા રોડ ઉપર મલારપુરા ખ્રિસ્તીવાડમાં લીયાકતહુસેન મહંમદભાઈ કુરેશી રહે છે. તેઓના િપતા મહંમદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી, સરફતભાઈ મહંમદભાઈ કુરેશી, રઈસાબાનુ સરફતભાઈ કુરેશી, આયેશાબાનુ ખાલીદહુસેન કુરેશીએ િલયાકતહુસેનની પત્ની નસીમબાનુ પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ સાસરિયાંઓની માંગણી સંતોષતાં તેણીને લાકડીઓ તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. સંદર્ભે નસીમબાનુ કુરેશીએ નડિયાદ શહેર પોલીસ મથકે મહંમદભાઈ કુરેશી સહિત ચાર સાસરિયાંઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 323, 324, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચરોતર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દહેજ માટે પરિણીતા પર ત્રાસ આપવાના બનાવો વધી રહ્યાં છે, ત્યારે બાબતે સમાજમાં જાગૃતિની તાતી જરૂિરયાત ઉભી થઈ છે. બાબતે સંસ્થાઓએ પણ આગળ આવવાની જરૂરિયાત છે.

નડિયાદના બારકોશિયા રોડ પર પરિણીતાને ત્રાસ