પેસેન્જરોને હાલાકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરભંગાથીશનિવારે ઉપડી સોમવારે સવારે 4 વાગે અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ભારે ધુમ્મસને પગલે લગભગ 29 કલાક મોડી મંગળવારે સવારે લગભગ 9 વાગે આવી હતી. જેના પગલે સોમવારે રાતે 8.50 વાગે અમદાવાદથી વારાણસી જતી સાબરમતી એક્સપ્રેસ મંગળવારે બપોરે 2.30 વાગે રવાના થઈ હતી. ટ્રેન મોડી પડતાં અનેક પેસેન્જરોને સ્ટેશન પર 20થી 25 કલાક બેસી રહેવાનો વારો આવ્યો હતો. જ્યારે કેટલાક પેસેન્જરો લગ્ન કે અન્ય પ્રસંગમાં હાજરી આપવાનું ચૂકી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

અમદાવાદ સ્ટેશનેથી સોમવારે રાતની સાબરમતી એક્સપ્રેસ પકડવા અનેક સ્થાનિક પેસેન્જરો ઉપરાંત ઉત્તર ગુજરાત સહિત અન્ય શહેરોમાંથી સ્ટેશને આવી પહોંચ્યા હતા. તેમાં પણ કેટલાક પેસેન્જરો તો બપોરથી સ્ટેશને પહોંચી જનરલ કોચમાં બેસવા માટે લાઈનમાં લાગી ગયા હતા. જો કે ટ્રેન મોડી હોવાની જાણ થવા છતાં તેઓ દૂરથી આવ્યા હોવાના કારણે ઘરે પરત જઈ બીજા દિવસે આવી શકે તેમ હતા તેથી તેઓ પરિવાર સાથે આખી રાત સ્ટેશને બેસી રહ્યા હતા. અમદાવાદમાં રહેતા મોટાભાગના પેસેન્જરો ઘરે પરત જઇ મંગળવારે બપોરે પરત આવ્યા હતા.

વધુમાં એવા પણ અનેક પેસેન્જરો હતા જેઓ સોમવારે 5 તારીખની ટ્રેન પકડી 7 તારીખે સવારે વતનમાં પહોંચી લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગમાં હાજરી આપવાના હતા. પરંતુ ટ્રેન 6 તારીખે મંગળ‌વારે બપોરે ઉપડતા હવે તેઓ બુધવાર રાત સુધીમાં વતન પહોંચે તેવી શક્યતા ઊભી થઈ છે. જેથી તેઓ પ્રસંગમાં હાજરી આપી શકે તેવી શક્યતા હતી. જેના કારણે કેટલાક પેસેન્જરોને જનરલ ટિકિટમાં મુસાફરી કહી હતી.

ટ્રેન મોડી પડતા પેસેન્જરો પ્રસંગ ચૂકી ગયા

સ્લીપરકોચ એસ-7માં મુસાફરી કરી રહેલા એસ. બી. સિંહે જણાવ્યું કે, તેઓ સંબંધીને ત્યાં 8મીએ ગૃહપ્રવેશના એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે. તેઓ બુધવારે ગામડે પહોંચી ગુરુવારે પ્રસંગમાં હાજરી આપવાના હતા પરંતુ હવે ટ્રેન મોડી પડતા તેમને સીધા સંબંધીને ત્યાં જવાની ફરજ પડશે. રીતે એસ-1નાં પેસેન્જર ધીરજકુમારે જણાવ્યું કે, તેઓ પિતરાઈ ભાઈના બુધ‌વારે યોજાયેલા લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા પરંતુ હવે તેઓ મોડી રાતે ગામડે પહોંચશે જેથી લગ્નમાં સમયસર પહોંચી નહીં શકે.

ધુમ્મસને કારણે 29 કલાક મોડી આવેલી સાબરમતી એક્સપ્રેસ અમદાવાદથી 18 કલાક મોડી ઉપડી

અન્ય સમાચારો પણ છે...