• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • બહુચરાજીમાં 10 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા, 200 લોકોનું સ્થળાંતર

બહુચરાજીમાં 10 થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા, 200 લોકોનું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં ચાર કલાકમા 200 મીમી વરસાદ ખાબકી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારના રહીશો ચિંતાતુર બની ગયા હતા.ભારે વરસાદ ને પગલે શહેરમા જળબંબાકાર ની સ્થિતી સર્જાઈ હતી.નીચાણવાળી સોસાયટીઓમા કેડ સમા પાણી ભરાઈ જતા મકાનોમા પાણી ઘૂસી જતાં ઘરનો સામાન પલળી ગયો હતો.તાલુકામાં બુધવાર રાતથી ગુરૂવાર સવાર સુધીમા 232 મીમી વરસાદ ખાબકી પડતાં વિડજ,કરણનગર, સેદરડી,કોલાદ,કાસ્વા કલ્યાણપુરા અને અગોલમા જળબંબાકાર થઈ ગયા હતા.સીઝનનો કુલ વરસાદ 812 મીમી વરસાદ નોંધાયો છે.

અંડરબ્રીજપાણીમાં ગરકાવ, ભીમનાથ તળાવ ઓવરફ્લો

ગુરૂવારેચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ ખાબકી પડતા શહેરના થોળ રોડ અંડરબ્રીજમાં 16 ફૂટ જેટલા વરસાદી પાણીમા ગરકાવ થઈ ગયો હતો.જ્યારે ભીમનાથ તળાવ ઓવરફ્લો થઈ જતા આસપાસ ના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

કડીમાવરસાદી પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા યથાવત

ત્રણવર્ષ અગાઉ એક દિવસમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં પાણી પાણી થઈ ગયું હતું.ભાઉપુરા ,દેત્રોજ રોડ, નાનીકડી રોડ, સુજાતપુરા રોડ અને કરણનગર રોડ પર બે ઈંચ વરસાદમાં વિસ્તારો પાણીથી પ્રભાવિત થઈ ઉઠે છે ત્યારે પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યાનો કાયમી નિકાલ લાવવમા પાલિકા તંત્ર ઉદાસીન રહેતા શહેરીજનો પાલિકા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે.

બહુચરાજી|બહુચરાજીગુરૂવારે સવારે 8 થી 10 વાગે 2 કલાકમાં 4 ઇંચ અને ત્યાર બાદ બપોરે 12 થી 6 વાગ્યા દરમિયાન 2 કલાકમાં વધુ 2 ઇંચ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. એક સામટા 6 ઇંચ વરસાદથી બહુચર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, શક્તિનગર, ગાંધીવિહાર, હરગોવનપુરા, શાશ્વત બંગ્લોઝ, માર્કેટયાર્ડ તેમજ રેલવે ફાટકથી શંખલપુર ગામના ઝાંપા સુધી 2 ફૂટ પાણી ભરાયું હતું. જ્યારે બહુચર માતાજીના મંદિરમાં અડધા ફૂટ જેટલું પાણી ભરાયું હતું. હરગોવનપુરામાં માર્કેટયાર્ડ રોડનું પાણી ઘૂસતાં રહીશો દ્વારા માટીની થેલીઓ મૂકી આડશ મૂકી હતી.ટાઉનમાં પાણી ભરાતાં ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડ્યા, ઉપસરપંચ મહાવીર પટેલ, સદસ્ય રજનીભાઇ પટેલ વગેરે દ્વારા સ્થળોની મુલાકાત લઇ નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. સરપંચ દેવાંગ પંડ્યાના જણાવ્યા મુજબ, બહેચર ગામ તેમજ ગાંધીવિહાર સોસાયટીમાંથી અંદાજે 200 લોકોનું સ્થળાંતર કરાવાયું છે. અસરગ્રસ્તો માટે મંદિર દ્વારા વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત, પ્રતાપગઢ રોડ, કાલરી ગામ, કરણપુરા સહિતના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

કડીમાં પરોઢે વરસાદે તોફાની બેટીંગ કરતાં માર્ગો પર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. તસવીર-નવીન પટેલ

અન્ય સમાચારો પણ છે...