જિલ્લામાં વરસાદે વિરામ લીધો દિવસભર ઉકળાટ અનુભવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અપરએરસાયકલોનિક સરક્યુલેશન સિસ્ટમ મંદી પડતાં જિલ્લામાં તેની અસર વર્તાઇ હોય તેમ શુક્રવારે માત્ર 4 તાલુકામાં 08 મીમી થી 16 મીમી જેટલો હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે દિવસે નીકળેલા ઉઘાડને લઇ તાપમાનમાં 4 ડિગ્રીની વધારા સાથે 30 ડિગ્રી નોંધાતાં દિવસભર ઉકળાટની અસર વર્તાઇ હતી.

ગુરુવારે સાંજે 6થી શુક્રવાર સાંજ સુધીના 24 કલાકમાં સાંથી વધુ ઊંઝામાં 16 મીમી, બહુચરાજીમાં 8 મીમી તથા મહેસાણા અને વડનગરમાં 10-10 મીમી વરસાદ વહેલી સવારે પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. વાતાવરણમાં સામાન્ય ઉકળાટનો લોકોને અનુભવ થયો હતો. જો કે, એક સપ્તાહ જેટલા સમય બાદ વરસાદે વિરામ લેતાં શહેરના બજારો ફરીથી રાબેતા મુજબ બની ધમધમી ઉઠ્યા હતા. બીજી બાજુ કડી પંથકમાં વરસાદી પાણી થોળ તળાવમાં ઉતરતાં ડેમની સપાટી 9.50 ફૂટ નોંધાઇ હતી.

4 તાલુકામાં 8 મીમીથી 16 મીમી હળવો વરસાદ નોંધાયો

મહેસાણા શહેરનાં બજારો ફરીથી ધમધમી ઊઠ્યા

તાલુકો અગાઉ આજનો કુલ

બહુચરાજી803 08 811

કડી 809 00 809

ખેરાલુ 556 00 556

મહેસાણા 717 10 727

વડનગર 460 10 470

વિજાપુર 642 00 642

વિસનગર 371 00 371

સતલાસણા 984 00 984

ઊંઝા 687 16 693

જોટાણા 622 00 622

ગુરુવાર સાંજે 6થી શુક્રવારે સાંજે 6 સુધીનો વરસાદ (મીમી)

અન્ય સમાચારો પણ છે...