ઘરમાં કરો વિસર્જન, જેથી ઘરના ગણેશ બને આંગણાની તુલસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે ગણેશજીવિદાય લેવાના છે.... દેશભરમાં વિસર્જનના કાર્યક્રમ યોજાશે. કોઇ નદીમાં તો કોઇ તળાવમાં વિસર્જન કરશે પરંતુ જો આપણે ગણેશની પ્રતિમાને ઘરમાં વિસર્જન કરીએ તો માત્ર ઘરમાં નહીં રહે પરંતુ આપણે નદી-તળાવના પાણીને પ્રદૂષિત થતાં પણ બચાવી શકીશું. આપણી નાનકડી પહેલ એક નવી પરંપરાની શરૂઆતની સાથે સાથે પર્યાવરણને સાચવવાની દિશામાં સાર્થક બની શકે છે. પીઓપીથી બનેલી મૂર્તિઓ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળતી નથી અને તેનાથી જળપ્રદૂષણ પણ થાય છે. સંપૂર્ણપણે ઓગળવાને લીધે મૂર્તિઓ નદી-તળાવોના કિનારે એકઠી થઇ જાય છે જેના લીધે આપણી આસ્થાનું પણ અપમાન થાય છે. જો કોઇ કારણોસર તમે માટીના ગણેશની મૂર્તિ તૈયાર નથી કરાવી શક્યા તો પણ જે મૂર્તિ (માટી ઉપરાંત) તમે સ્થાપિત કરી છે તેનું પણ વિસર્જન ઘરમાં કરજો. જેથી આપણે તળાવ-કુંડો- નદીઓને પ્રદૂષિત થતાં બચાવી શકીએ.

આવીરીતે ઘરમાં વિસર્જન કરો

{તમે ટબ, ડોલ અથવા ટાંકીમાં ગણેશની મૂર્તિને વિસર્જિત કરો.

{ જ્યારે મૂર્તિ સંપૂર્ણપણે ઓગળી જાય તો તમે પાણી તથા માટીને તમારા બગીચા કે ગમલામાં નાંખી દો.

{ બની શકે તો માટીમાં તુલસીનો છોડ પણ રોપી શકાય છે.

આપસૌને અનંત ચતુર્દશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

- ભાસ્કર પરિવાર

અન્ય સમાચારો પણ છે...