તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડીની નગરપાલિકાને રાજ્યમાં પ્રથમ ODF સર્ટિફિકેટ એનાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિર્મળગુજરાત શૌચાલય યોજના અંતર્ગત વ્યકિતગત શૌચાલય બનાવવાની કામગીરીમાં કડી પાલિકાને રાજ્ય સરકારે ગુજરાતની સૌપ્રથમ પાલિકા જાહેરમાં શૌચક્રિયા મુક્તપાલિકા જાહેર કરતા કેન્દ્રના ક્વોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના વિભાગના અધિકારીઓએે કડીની મુલાકાત લઇ પાલિકાના નગરસેવકો અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં પાલિકાને ODFનું સર્ટીફીકેટ એનાયત કર્યુ હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અમલમાં મુકવામાં આવી છે.જેમાં રાજ્યની તમામ નગરપરલિકાઓ અને ગ્રામ પંચાયતોને સહભાગી બનાવી 100% શૌભાલયવાળા પાલિકા અને પંચાયત બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વ્યકિતગત શૌચાલય બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકીને જાહેરમાં થતી શૌચક્રિયાને અટકાવી સ્વચ્છ શહેર અને ગામડુ બનાવવા મિશન ડાયરેકટર ગાંધીનગરની ગાઇડ લાઇન મુકવામાં આવી છે.

જે અંતર્ગત કડી પાલિકાને રાજ્યની સૌપ્રથમ ODF પાલિકા જાહેર કરી મંગળવારના રોજ કેન્દ્રના ક્વોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના વિભાગના અધિકારીઓએે કડીની મુલાકાતે આવી હેડ ઓફ સ્વચ્છ ગુજરાત મીશનના અંકિત તુલશ્યામે કડી નગરપાલિકાના પ્રમુખ કનુભાઈ પટેલ તથા ચીફ ઓફીસર અલ્પેશભાઈ પટેલ પાલિકા હોલમાં નગરસેવકો અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં પાલિકાને 6 માસની મર્યાદાનું ODFનું સર્ટીફીકેટ એનાયત કર્યુ હતું. 6 માસે ફરી સર્વે કરી ODFનું સર્ટીફીકેટ અપાશે.

અન્ય સમાચારો પણ છે...