તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • અમદાવાદ |અમદાવાદમાં ગુરુવારથી ચાર દિવસ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં

અમદાવાદ |અમદાવાદમાં ગુરુવારથી ચાર દિવસ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદમાં ગુરુવારથી ચાર દિવસ સુધી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કોર્પોરેશનના હેલ્થ વિભાગથી માંડી સોલીડ વેસ્ટ વિભાગ ઉપરાંત બગીચા ખાતા સહિતના તમામ વિભાગો જોડાશે. સાથોસાથ દરેક ઝોનના નક્કી કરેલા વોર્ડમાં કાર્યક્રમો જાગૃતિ માટે હાથ ધરાશે. જેમાં કાઉન્સીલરો ઉપરાંત વિવિધ કમિટીના ચેરમેન ઉપરાંત મેયર પણ હાજર રહેશે. કાર્યક્રમો દરમિયાન નાગરિકોમાં સ્વચ્છતા અંતર્ગચ જાગૃતિની પત્રિકાઓનુ વિતરણ પણ કરવામાં આવશે. અને વધુ એક વખત પદાધિકારીઓ હાથમાં ઝાડું પકડીને સ્વચ્છતાનો સંદેશો પાઠવશે.

શહેરમાં આજથી ચાર દિવસ સફાઈ ઝુંબેશ હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...