કડી તા.પં.ના પૂર્વ પ્રમુખના ઘરમાંથી અઢી લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીતાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ તેમના પિતાનુ અવસાન થતા વતન ધરમપુરમા બેસણુ અને તેરમુ કરવા રોકાયા હતા. જેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાંથી રોકડ, દાગીના સહિત અઢી લાખની મતાની ચોરી ગયા હતા.

કડી નજીક નાનીકડી સ્થિત C/23 કૌશલ્ય બંગલોઝ સોસાયટીમાં તેમના બંધ મકાનને રવિવારને રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર ઘૂસી જઈ તિજોરીમાંથી રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.25, 5000/- ની મતાની ચોરી કરી લઈ જતા વિસ્તાર મા ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...