તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શામળાજી ચેકપોસ્ટથી 13.15 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શામળાજીનજીક આવેલી આર.ટી.ઓ. પાસેથી પોલીસે ગુરૂવારે બપોરે એક ટ્રકમાં રાજસ્થાનના રસ્તે થઇ ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા 355 પેટી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂા.13.15 લાખનો પકડી પાડ્યો છે. ત્યારબાદ દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂા.23.16.700નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા આગ્રાના એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પી.એસ.આઇ. વાય.જે.રાઠોડે બાતમીના આધારે તેઓના સ્ટાફ સાથે શામળાજી નજીક આવેલી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન રાજસ્થાન બાજુથી આવતી ટ્રકની તલાસી લેતાં તેમાંથી સડી ગયેલા ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો વિદેશી દારૂની 355 પેટી કિંમત રૂા.13.15.200ની મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તેમજ ટ્રક અને અન્ય મુદા્માલ સહિત કુલ રૂા.23.16.700 નો મુદા્માલ કબજે લઇ દારૂ ભરી આવતા હમીદનગર આગ્રાના મુન્નાખાન ઇજાજુદી્નખાનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો