તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સનવાવ ગામના મનરેગાના શ્રમિકોના પેમેન્ટ ચૂકવવા માગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીરગઢડાતાલુકાનાં સનવાવ ગામે ગત વર્ષ દરમિયાન ચાર અઠવાડિયા મનરેગાનું કામ ચાલુ હતું. તેમાં કે વિકનાં કિલ મનરેગા ઓફિસર દ્વારા 17/8/2016નાં ઓનલાઇન ચુકવણું કરવામાં આવેલ છે. તેમાં આશરે 50 ટકાથી વધુ શ્રમિકોનાં બિલનું ચુકવણું થતાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને શ્રમિકોનાં નાણા વહેલીતકે ચુકવવા આવેદન અપાયું છે.

આવેદનપત્રમાં શ્રમિકો તેમજ અગ્રણીઓ દ્વારા એવા આક્ષેપ કરાયેલ છે કે, મનરેગા પ્રોગ્રામિંગ ઓફિસરને અવાર-નવાર રજૂઆત કરવા છતાં મસ્ટરમાં છેંકછાક થવાથી બિલો કરવામાં આવેલ નથી. રેકર્ડમાં છેકછાક કોણે કરી તેની તપાસ તાત્કાલિક કરી શ્રમિકોનાં બીલો ચુકવવા અને હાલ રોજગારી અભાવે આર્થિક તંગી ભોગવતા હોય શ્રમિકોનાં 19/8/2016નાં દરેક શ્રમિકોને વ્યક્તિગત અરજી ટીડીઓ આપવા છતાં બીલો કરાતા નથી.આ બીલો તાકીદે થાય તો શ્રમિકો દ્વારા તા.10/9/2016થી ગ્રામપંચાયત સનવાવ સામે પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપેલ છે.

અંગે ગામનાં સરપંચ હરીભાઇ નાનજીભાઇ ચાવડા જણાવેલ કે હાલ તાલુકા પંચાયત મનરેગા વિભાગ મોટાભાગનાં શ્રમિકોનાં નાણા ચુકવવા તમામ શ્રમિકોને એક લાકડીએ ચલાવી રહ્યા છે. તે દુ:ખદ બાબત છે. મનરેગા નિયમ અનુસાર જે-તે સમયે સાઇડ પર મજૂરો હોય પરંતુ તેમને સાઇડપર કામ માટેની ચોકડી ફાળવેલ હોય અથવા કામ સ્થળેથી પાણી ભરવા ગયા હોય આવા સમયે ચેકિંગ આવે તો તેને ગેરહાજર ગણી શકાય નહીં.

4 માસના કામનું હજી પેમેન્ટ થયું નથી

જિલ્લા વિકાસ અધિકારીને આવેદન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો