પોલીસના સ્વાંગમાં 7 શખસે પોણા કરોડની લૂંટ ચલાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંદોરખાતે આવેલી પટેલ સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીના બે કર્મચારી રૂ.76.60 લાખની રોકડ લઇ સુરત જવા માટે ખાનગી બસમાં નીકળ્યાં હતાં. હાલોલ વડોદરા વચ્ચે અજાણ્યાં 7 શખસે પોલીસના સ્વાંગમાં ચેકિંગના બહાને બસ અટકાવી આંગડિયા પેઢીના બંને કર્મચારીઓને નીચે ઊતારી તેમને ખાનગી વાહનમાં બેસાડી રફૂચક્કર થઈ ગયાં હતાં. બંને કર્મચારીઓને માર મારી તેમની પાસેથી રૂ.76.65 લાખની રોકડ તથા મોબાઇલ લૂંટી આસોદર ચોકડી નજીક છોડી મૂક્યાં હતાં.

આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, અમદાવાદ ખાતે આવેલી પટેલ સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીની ઈંદોર ખાતે આવેલી શાખાના બે કર્મચારી અલ્પેશ મોહનભાઈ પટેલ (રહે.ગંગેટ, ચાણસ્મા, જિ.પાટણ) અને હસમુખભાઈ રઘુનાથભાઈ બારોટ 27મીની રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે રૂ.76.60 લાખની રોકડ લઇ ઈંદોરથી નીકળ્યાં હતાં. તેઓ રોકડ રકમ સુરત ખાતેની બ્રાંચમાં પહોંચાડવા જઈ રહ્યાં હતાં. તેઓ નવલખા લકઝરીના સ્ટેન્ડ પાસેથી સુરત જતી ઇન્ટરસિટિ ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેસી નીકળ્યાં હતાં. દરમિયાનમાં વહેલી સવારના હાલોલ પસાર કરી વડોદર તરફ જઇ રહ્યાં હતાં ત્યારે હાલોલથી વીસેક કિલોમીટર દૂર એક લાલ કલરની તવેરા (જીજે-1-એઝેડ-9336) સાથે આવેલી ચારેક વ્યક્તિએ બસને રોકી ‘પોલીસ ચેકિીંગ છે’ તેમ કહી બસમાં ચડી ગયાં હતાં. બાદમાં અચાનક અલ્પેશ અને હસમુખને નીચે ઊતારી તવેરામાં બેસાડી દીધાં હતાં. જોકે, કારમાં પહેલેથી અન્ય શખસો પણ હાજર હતાં. તમામ શખસોએ બંને કર્મચારીને માર મારી કાર ભગાડી મુકી હતી. ઉપરાંત બંને પાસે હથિયાર છે કે કેમ? તેવા બહાના બતાવી શર્ટ કઢાવી કોટીમાં રાખેલી રોકડ રૂ.76.60 લાખ છીનવી લીધાં હતાં. ઉપરાંત બે મોબાઇલ મળી કુલ રૂ.76.65 લાખની લૂંટી ચલાવી હતી. બાદમાં બંને કર્મચારીને આસોદર ચોકડીથી બોરસદ તરફના રોડ પર છોડી મુકી ફરાર થઈ ગયાં હતાં. ઘટનાથી હતપ્રભ બંને કર્મચારીએ પ્રથમ તેમનાં માલિકને જાણ કરી હતી. બાદમાં ફરિયાદ સંદર્ભે આંકલાવ પહોંચતાં સમગ્ર જિલ્લા પોલીસ અલર્ટ થઇ ગઈ હતી. ઠેર ઠેર નાકાબંધીના મેસેજ મોકલવામાં આવ્યાં હતાં. ઉપરાંત તપાસ દરમિયાન બનાવ હાલોલ પોલીસ મથકે બન્યો હોવાથી આંકલાવ પોલીસે શૂન્ય નંબરથી ગુનો નોંધી તપાસ અર્થે હાલોલ પોલીસ મથકે દસ્તાવેજો રવાના કર્યાં હતાં.

કારનો નંબર નકલી હોવાની પોલીસને શંકા

પોલીસસૂત્રોનાજણાવ્યાનુસાર, લાલ કલરની ટાવેરાની ગાડી નં.જીજે 1 એઝેડ 9336 હતી. જેમાં ગાડીના અંદરના ભાગે ડ્રાઇવરની સામે જય જોગણીમાં લાલ અક્ષરથી લખેલું હતું. સાત લૂંટારૂઓ 35થી 45ની ઉંમરના હતા અને તેઓએ તમામે પેન-શર્ટ પહેર્યાં હતાં. તેઓ તમામ ગુજરાતી ભાષા બોલતાં હતાં. પ્રાથમિક તપાસમાં પોલીસને ગાડી નંબર પણ નકલી હોવાનું જણાઇ રહ્યું છે.

કારમાં ભાગી રહેલાં લૂંટારાંઓને પકડવાની વાસદ પોલીસે તક ગુમાવી દીધી

અલ્પેશભાઈપટેલેપોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગાડી વડોદરા પસાર કરી વાસદ તરફ આવતાં વડોદરાથી પાંચેક કિલોમીટર દૂર પંકચર પડ્યું હતું. આથી, લૂંટારાંઓએ ગાડી ઊભી રાખી એક માણસ વ્હીલ લઇ પંકચર કરાવવા માટે ગયો હતો. જે ઘણીવાર પછી મિનિ ટેમ્પામાં વ્હીલ લઇને પાછો ફર્યો હતો. બાદમાં આગળ નીકળતાં વાસદ નજીકમાં પોલીસ ચેકિંગમાં હતી અને ગાડીને ઊભી રાખવા હાથ પણ ઊંચો કર્યો હતો. જોકે, લૂંટારાંઓએ ગાડી ઊભી રાખી નહતી અને આસોદર ચોકડીથી બોરસદ તરફ જવાના રસ્તા પર છોડી મૂક્યાં હતાં. જે તક વાસદ પોલીસે ગુમાવી દીધી હતી.

રોકડ રકમ કોટીમાં રાખી હતી

અલ્પેશપટેલેપોતાની કોટીમાં રૂ.37.10 લાખ અને હસમુખ બારોટે રૂ.39.50 લાખની રોકડ કોટીમાં મુકી હતી. બંને કર્મચારી સુરત જવા નીકળ્યાં હતાં.

કોઇ હથિયાર કે મારામારી વગર પોણા કરોડ લૂંટાયાં!

પોલીસસૂત્રોનાજણાવ્યાં મુજબ, હાલોલ નજીક આંગડિયા પેઢીના બે કર્મચારી પાસેથી રૂ.76.60 લાખ લૂંટી લેવાના કિસ્સામાં આશ્ચર્યજનક બાબત છે કે, કોઇ પણ હથિયાર કે મારામારી વગર લૂંટ ચલાવવામાં આવી છે. બસમાં સવાર 25 ઉપરાંત મુસાફરો સાથે કોઇ પણ વાતચીત વગર લૂંટારાંઓ સીધા બંને કર્મચારી પાસે પહોંચ્યાં હતાં અને તેમને બસમાંથી ઊતરી જવાનું ફરમાન કર્યું હતું. કર્મચારીઓ પણ કોઇ પણ જાતની પૂછપરછ વગર રોકડ રકમ સાથે બસમાંથી ઊતરી ગયાં હતાં અને સીધા ગાડીમાં બેસી ગયાં હતાં. આખા લૂંટકેસમાં ક્યાંક કોઇ હથિયાર વપરાયું નથી અને કર્મચારીઓએ પણ કોઇ પ્રતિકાર કર્યો નથી. બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

28મી મે

સવારે4:30વાગ્યે હાલોલથી 20 કિમી દૂર બસને ચેકિંગના બહાને રોકી અને બંને કર્મચારીને લૂંટારાંઓ કારમાં બેસાડી લઈ ગયાં હતાં.

સવારે05:30વાગ્યાની આસપાસ વડોદરા-વાસદ વચ્ચે કારમાં પંક્ચર થતાં ત્યાં રોકાયાં હતા.

સવારે06:00વાગ્યાની આસપાસ વાસદ પોલીસે ચેકિંગ માટે ગાડી અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ લૂંટારાંઓએ ગાડી ઊભી રાખી નોહતી.

સવારે06:30વાગ્યે આસોદર ચોકડીથી બોરસદ તરફના રોડ પર છોડી મુક્યાં.

સીસીટીવી કેમેરામાં ફૂટેજ મળ્યાં

હાલોલથીવાસદસુધીના ધોરી માર્ગ પર આવેલાં ટોલનાકા, હોટલ સહિતના વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોવા માટે પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે. ફૂટેજમાં લૂંટારાંઓની ઓળખ સહિતની કામગીરી માટે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

27મી મે

રાત્રે8:30વાગ્યે ઇંદોરથી પટેલ સોમાભાઈ રામદાસ આંગડિયા પેઢીના બે કર્મચારી બસસ્ટેન્ડ જવા રોકડ લઇને નીકળ્યાં.

રાત્રેસુરતજતી ખાનગી ઇન્ટરસિટિ બસ પકડી.

કેવી રીતે આપ્યો લૂંટને અંજામ?

અન્ય સમાચારો પણ છે...