• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • હલધરવાસથી નૈનપુર સુધી રસ્તા પર ઝૂકી ગયેલાં વૃક્ષોથી અકસ્માતનો ભય

હલધરવાસથી નૈનપુર સુધી રસ્તા પર ઝૂકી ગયેલાં વૃક્ષોથી અકસ્માતનો ભય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદતાલુકાના હલધર વાસથી નૈનપુર ચોકડી વચ્ચે વૃક્ષો રસ્તા પર નમી જતાં અકસ્માતનો ભય ઊભો થયો છે. વૃક્ષો ચોમાસામાં વધુ જાનહાનિ સર્જે તે પહેલાં તેનાં જોખમી ડાળખાં કાપી નાખવા વાહનચાલકોમાં માગ ઊઠી છે. બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો વાહનચાલકો માટે તે અકસ્માત નોંતરશે તેવી શક્યતા રહેલી છે.

અંગેની વધુ માિહતી આપતા િવસ્તારના અગ્રણીએ જણાવ્યું હતું કે ‘મહેમદાવાદ તાલુકાના હલધરવાસથી નૈનપુર ચોકડીના રોડ પર બંને બાજુએ ઝાડ આવેલા છે ઉનાળામાં ઝાડ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી અા વૃક્ષોની ડાળખીઓને તંત્ર દ્વારા કાપવામાં આવી નથી. જેના કારણે ડાળખીઓ ખુબ વધી ગઈ છે. ખાસ કરીને બાવળોની જોખમી ડાળીઓ રોડ તરફ નમેલી છે. ડાળખીઓ ચોમાસા પહેલાં કાપીને દૂર કરવામાં આવે તો ચોમાસામાં વાવાઝોડામાં રોડ પર પટકાતાં વાહનચાલકોને જાનનું જોખમ ઊભું થાય તેમ છે. અગાઉ ઘણાં અકસ્માતો પણ થઈ ચૂક્યાં છે. ડાળી તૂટી પડવાથી વાહન ચાલકોનાં મોત થયાનાં પણ અવાર નવાર કિસ્સા બન્યાં છે. અગમચેતી રાખી આવા જોખમી ડાળખાં દૂર કરવા માગણી ઊઠી છે.

ડાળીઓ કાપવાની કામગીરી ચાલુ છે

^હલધરવાસ નેનપુર ચોકડી રોડ સહિત અન્ય રોડ ઉપર નમી ગયેલી ડાળીઓને કાપવાની કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં વિસ્તારમાં પણ નમી ગયેલાં વૃક્ષોની ડાળીઓને દૂર કરવામાં આવશે. ચોમાસા પહેલાં રોડ પરની નમી ગયેલી તમામ ડાળીઓને દૂર કરી દેવામાં આવશે. > વી.એમ.પટેલ,પરિક્ષેત્રવન અધિકારી, મહેમદાવાદ.

વન વિભાગે તાકીદે પગલાં ભરવા જરૂરી

^મહેમદાવાદ તાલુકાના વન વિભાગ દ્વારા સર્વે કરી નમેલાં જોખમી જણાતાં વૃક્ષોની ડાળીઓ દૂર કરવામાં આવે તે જરૂરી છે. અન્યથા ચોમાસામાં કોઈ અકસ્માતનો બનાવ બનશે, તેની સંપૂર્ણ જવાબદારી વન વિભાગ અથવા સંબંધિત ખાતાના અધિકારીઓની રહેશે. > રામભાઈપટેલ, અગ્રણી,મહેમદાવાદ.

અન્ય સમાચારો પણ છે...