• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • દેથાણમાં ટ્રેક્ટર ઉભું રાખવાના મુદ્દે એકને બેટ ફટકારતાં ફરિયાદ

દેથાણમાં ટ્રેક્ટર ઉભું રાખવાના મુદ્દે એકને બેટ ફટકારતાં ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરજણજલારામ નગરમાં રહેતાં ગોકુલભાઇ ભરવાડના ટ્રેકટરો લઇને તેના ડ્રાઇવરો દેથાણ ગામે ગામના ખેડૂતોના ઉકરડામાંથી દેશી છાણીયુ ખાતર ટ્રેકટરની ટ્રોલીઓમાં ભરીને ખેતરમાં નાંખીને પરત આવતાં હતાં. જેમાં પાંચ ટ્રેકટર લાઇનમાં ચાલતાં હતાં. જેમાં ગામના રમણભાઇ ગોહિલ તેમની બાઇક પર ગામના અન્ય એક ઇસમને બેસાડી આવીને ગણપતભાઇ વસાવાના ટ્રેક્ટર પાસે આવીને ઉભુ રાખતાં ગણપત વસાવા સાથે રમણ ગોહિલે ઝઘડો કર્યો હતો. જેમાં બીજા ટ્રેક્ટરનો ડ્રાઇવર હરીશ વસાવા છોડાવવા પડતાં હરીશને ગમે તેમ ગાળો બોલી બેટ દ્વારા ફટકો મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મળતી માહિતી અનુસાર, કરજણ જલારામ નગરમાં રહેતાં ગોકુલભાઇ ભરવાડના ટ્રેક્ટરો લઇેને તેના ડ્રાઇવરો તાલુકાના દેથાણ ગામના ખેડૂતો મુકેશભાઇ ઉદેસિંગભાઇ, બળવંતભાઇ અને વસંતભાઇ નાઓના ઉકરડામાંથી દેશી છાણીયુ ખાતર ભરીને તેઓના ખેતરમાં પાંચ ટ્રેક્ટરો દ્વારા નાંખવામાં આવતું હતું. જેમાં વસંતભાઇના ખેતરે ખાતર નાંખીને પાંચે ટ્રેક્ટરો એક સાથે દેથાણ ગામ તરફ આવતાં હતાં. ત્યારે દેથાણ ગામના રમણભાઇ ચંદુભાઇ ગોહિલે તેમની બાઇક પર એક બેસાડી હાઇવે તરફ આવીને ગણપત વસાવાના ટ્રેક્ટરની આગળ બાઇક ઉભી રાખતાં રમણ ગોહિલે ગણપત વસાવાને ગાળો બોલી ફેંટ પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતાં. જેમાં બીજા ટ્રેક્ટરનો ડ્રાઇવર હરીશ વસાવાને છોડાવવા પડતાં તેણે પણ ગમે તેમ ગાળો બોલી નજીકમાં ક્રિકેટ રમતાં છોકરા પાસેથી બેટ લઇ આવીને બેટનો જોરદાર ફટકો ડાબા હાથની કોણી પર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ટ્રેક્ટર સળગાવાનું કહેતાં હરીશે કરજણ પોલીસ સ્ટેશનમાં રમણ ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધાવતાં ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...