• Gujarati News
  • સોનારીકુઈ પાસેથી વિદેશી દારૂ પકડાયો : બુટલેગરની ધરપકડ કરાઇ

સોનારીકુઈ પાસેથી વિદેશી દારૂ પકડાયો : બુટલેગરની ધરપકડ કરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાસ્થાનિક ગુના શોધક શાખાએ વડતાલ તાબેના સોનારીકુઈ વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. કેસમાં બુટલેગ નરસિંહ ચાવડાની પણ ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, જાણીતો બુટલેગર નરસિંહ રામાભાઈ ચાવડા (ઠકોર) વડતાલ - સોનારીકૂઈ વિસ્તારમાં કેનાલ નજીક ખેતરમાં વિદેશી દારૂ રાખ્યો હોવાની બાતમી મળતાં ખેડા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાએ 27મીના રોજ દરોડો પાડ્યો હતો. દરોડામાં નરસિંહ પાસેથી વિદેશી દારૂની 45 બોટલ કિંમત રૂા.9000 તથા બિયર ટીન 48 કિંમત રૂા.4800 મળી કુલ રૂા.13,800નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે સંદર્ભે તેની સ્થળ પર અટકાયત કરવામાં આવી હતી અને કોન્સ્ટેબલ શ્રવણકુમારની ફરિયાદ આદારે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલે સંભાળી છે.