ખંભાતમાં આબરું લેવા ઘૂસેલાં શખસને ઠપકો આપતાં હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતગ્રામ્ય પોલીસ તાબેના લક્ષ્મીપુરા ગામે આબરું લેવા ઘરમાં ઘૂસેલાં શખસને પરિવારજનોએ ઠપકો આપતાં તેણે સાગરિતો સાથે હુમલો કર્યો હતો. ઘટનામાં પરિવારજનોને ઇજા પણ પહોંચી હતી. અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, ખંભાતના લક્ષ્મીપુરા ખાતે રહેતો હસમુખ હિંમત વાઘેલા ગામમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી શારીરિક હુમલો કર્યો હતો. આથી, હસમુખને ઠપકો આપતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી લઇ યુવતીનાં પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલામાં તેનાં ઘરમાં સભ્યો પણ દાંતી અને લાકડી લઇ યુવતીના પરિવારજનોને મારમારવા લાગ્યાં હતાં. અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે હસમુખ હિંમત વાઘેલા, કાંતિ વિજય વાઘેલા, મુકેશ બટુક વાઘેલા અને જીજ્ઞેશ કાંતિ વાઘેલા (રહે. તમામ લક્ષ્મીપુરા, ખંભાત) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર શખસ સામે વળતી ફરિયાદ નોંધાઈ

ખંભાતનાલક્ષ્મીપુરાગામે થયેલી મારામારી અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે હસમુખભાઈ વાઘેલાની ફરિયાદ આધારે પ્રવિણ મનુભાઈ વાઘેલા, રામા મનુભાઈ વાઘેલા, અમરત મનુભાઈ વાઘેલા, હરેશ મનુભાઈ વાઘેલા સામે લાકડી, પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...