• Gujarati News
  • શાળામાં વિદ્યાર્થી ઉપર કબાટ પડતાં મોત

શાળામાં વિદ્યાર્થી ઉપર કબાટ પડતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીકડીપગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ-1ના વર્ગખંડામાં ગુરુવારે સવારે દફતર મુકવા ગયેલા સાડા પાંચ વર્ષના વિદ્યાર્થી ઉપર પુસ્તકો ભરેલું 5 ફૂટનું અંદાજીત 100 કિલો વજનનું લાકડાનું કબાટ પડતાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં સ્થાનિક સિવીલમાં ખસેડાયેલા વિદ્યાર્થીનું સારવાર પૂર્વે મોત નિપજતાં ઠાકોર દંપતીએ તેમનો એકનો એક લાડકવાયો પુત્ર ગુમાવ્યો છે. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોચેલી કડી પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

કડી નજીક નાનીકડી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ગુરુવારે સવારે 10-30 કલાકે શાળામાં આવી રહેલા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં દફતર મુકીને શાળા સંકુલમાં પ્રાર્થના માટે એકઠા થયા હતા. સમયે 10-50 કલાકે નાનીકડી સ્થિત ઇન્દીરાનગરમાં રહેતો સાડા પાંચ વર્ષનો અંકિત રાજુભાઇ ઠાકોર તેની માતા ભીખીબહેનની આંગળી પકડી શાળામાં આવ્યો હતો અને પોતાના ધોરણ-1ના વર્ગખંડમાં દફતર મુકવા ગયો હતો. વિદ્યાર્થી દફતર મુકીને બહારની તરફ જઇ રહ્યો હતો તે સમયે અહીં મુકેલું 5 ફૂટનું ગ્રામ ગ્રંથાલયના જુના પુસ્તકો ભરેલું અંદાજીત 100 કિલોથી વધુ વજનનું લાકડાનું કબાટ ધડાકાભેર તેના પર પડતાં શાળાના આચાર્ય, શિક્ષકો સહિત વર્ગરૂમમાં દોડી ગયા હતા. અહીં કબાટ નીચે દબાયેલા અંકિતને લોહી નિતરતી હાલતમાં બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે કડી સિવીલમાં લઇ જવાયો હતો. જો કે, હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉપરોકત બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોચેલા પીએસઆઇ એસ.પી.જાડેજાએ સ્થાનિક સિવીલમાં વિદ્યાર્થીની લાશના પોસમોર્ટમ બાદ તેના પરિવારને સોંપતાં ઠાકોર દંપતી એકનો એક પુત્ર ગુમાવ્યાના શોક સાથે જમીન પર ફસડાઇ પડ્યું હતું. અંગે કડી પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે.

જ્યારે કડી પીએસઆઇ એસ.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ઘટનાસ્થળનું પંચનામુ સહિતની કામગીરી કરી છે. હાલમાં તપાસ ચાલુ છે અને બાળકો તેમજ શિક્ષકો ચાલ્યા ગયા છે ત્યારે તમામના નિવેદન બાદ અકસ્માત માટેનું ચોક્કસ કારણ જાણી શકાશે.

દફતર મુંકીને આવવાનું કહીને ગયેલો લાડકવાયો પુત્ર હવે કયારેય નહી આવે : માતા

એકનાએકપુત્રના મોતથી વ્યથિત ભીખીબહેને જણાવ્યું હતું કે,લગ્નના 15 વર્ષ બાદ બાધા આખડીઓ બાદ અંકિતનો જન્મ થયો હતો.રોજની જેમ આજે પણ અંકિતને શાળાએ મુંકવા ગઇ હતી.વર્ગખંડામાં જતા પહેલા અંકિતે તું અહી ઉભી રહે હું દફતર મુંકીને આવું તેમ કહી અંકિત વર્ગખંડમાં ગય