તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મોઝામ્બિકના યુવા ફુટબોલર ઇસ્ટેવાઓ જીનોને 16 ફૂટ લાંબા મગરમચ્છે ફાડી ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોઝામ્બિકના યુવા ફુટબોલર ઇસ્ટેવાઓ જીનોને 16 ફૂટ લાંબા મગરમચ્છે ફાડી ખાધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નદીકિનારે ટ્રેનિંગ કરી રહેલા મોઝામ્બિકના યુવા ફૂટબોલરને 16 ફૂટ લાંબા (લગભગ પાંચ મીટર) કદાવર મગરમચ્છે ફાડી ખાતાં ફુટબોલ જગતમાં સોપો પડી ગયો હતો. મોઝામ્બિકની બીજી ડિવિઝનની ક્લબ એટ્લેટિકો મિનારિયો ડી ટેટે તરફથી રમનાર ઇસ્ટેવાઓ આલ્બર્ટો જીનો ટેટેના વેસ્ટર્ન પ્રોવિન્સમાં આવેલી ઝામ્બેઝી નદીની પાસે રહે છે.

કોચ એડુઆર્ડો કાર્વાલ્હોએ જણાવ્યું હતું કે રાતના સમયે ઇસ્ટેવાઓ નદી પાસે ટ્રેનિંગની સાથે જોગિંગ કરી રહ્યો હતો. થોડાક સમય બાદ તેણે પરસેવાથી લથપથ થયેલા ચહેરાને ધોવા માટે હાથ નદીમાં નાખ્યા ત્યાં મગરમચ્છે વિશાળ જડબું ફાડીને તેને પકડી લઇને નદીમાં ખેંચી લીધો હતો. 16 ફૂટ લાંબા મગરમચ્છે કરેલા હુમલાના સાક્ષી બનેલા ઇસ્ટેવાઓના બે પાડોશીઓએ જણાવ્યું હતું કે અમે ફુટબોલરને બચાવવા માટે કશું કરી શકીએ તેમ નહોતા.

સ્થાનિક પોલીસના પ્રવક્તા લાયોનલ મુચીનાએ પણ ઘટનાને સમર્થન આપીને જણાવ્યું હતું કે ફુટબોલરનું શરીર હજી મળી આવ્યું નથી. ઘણી વખત પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. 19 વર્ષીય ખેલાડીના અકાળે થયેલા નિધન અંગે તમામ આઘાતમાં છે.

ગોલ્ફર પર પણ એટેક કર્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો