તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મહિલાનાં ગળામાંથી દોરો તોડતા બાઈક સ્લિપ, સ્નેચર પકડાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાનાં ગળામાંથી દોરો તોડતા બાઈક સ્લિપ, સ્નેચર પકડાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણક્યપુરી પાસે સ્નેચર દોરો તોડતો હતો ત્યારે મહિલાએ હાથ પકડ્યો

ચાણક્યપુરી રહેતાં નિર્મલાબહેન શર્મા) રવિવારે સાંજે દીકરા નરેશ સાથે મોલમાં ખરીદી કરવા ગયા હતા. રાતે 9 વાગ્યે એક્ટિવા ઉપર ઘરે આવી રહ્યા હતા ત્યારે ઉમિયા હોલ 3 રસ્તા પાસે પાછળથી બાઈક ઉપર આવેલા બે સ્નેચર પૈકી પાછળ બેઠેલાએ નિર્મલાબહેનનાં ગળામાં હાથ નાખી દોરો તોડી લીધો હતો. નિર્મલાબહેને સ્નેચરનો હાથ પકડતા બંને બાઈક સાથે રોડ પર પટકાયા હતા.

નરેશે એક્ટિવા ઊભું રાખીને બે પૈકી પાછળ બેઠેલા નવાજખાન પઠાણને ઝડપી લીધો હતો. લોકો ભેગા થઇ જતા બાઈક ચાલક શાહીદ કુરેશી ભાગી ગયો હતો.

અંગે પોલીસને જાણ કરાતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી. નિર્મલાબહેનની ફરિયાદના આધારે પોલીસે નવાજખાનની ધરપકડ કરી બાઈક તેમજ નિર્મલાબહેનનો સોનોનો દોરો કબજે કર્યો હતો.

સ્નેચરે વાડજમાંથી બાઈક ચોરી કર્યું હતું

^નઈમરીઢો ચેઈન સ્નેચર હોવાથી તે અગાઉ દરિયાપુર, કાલુપુર સહિતના વિસ્તારોમાં પકડાયો હતો.તેની પાસા હેઠળ ધરપકડ થઇ હતી. નઈમ પાસેથી જે બાઈક મળ્યુ છે તે બાઈક તેણે 1 મહિના પહેલા વાડજ વિસ્તારમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી છે. > એ.ડી.ગોહિલ,પીઆઈઘાટલોડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો