તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ગાંધીનગરમાં તોલમાપ વિભાગનો સપાટો, રિલાયન્સ ચોકડી પાસે 47 વેપારી સામે કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં તોલમાપ વિભાગનો સપાટો, રિલાયન્સ ચોકડી પાસે 47 વેપારી સામે કેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટનગરનીદુકાનોમાં માલની કિંમત કરતા ભાવ વધુ લેવાની બુમ અનેકવાર પડી છે. ગ્રાહકોની સામે વેપારીઓ દ્વારા અલગ અલગ બહાના બતાવી લુંટી લેવામાં આવે છે. તોલમાપ વિભાગ દ્વારા શહેરમાં મૂળ કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓની સામે લાલ આંખ કરાઇ હતી. રીલાયન્સ ચોકડી પાસેની 47 દુકાનોના વેપારીઓ સામે કેસ કરાયા હતાં અને રૂ.50 હજાર રોકડ દંડ વસુલ કર્યો હતો.

ગાંધીનગરમા પાર્લર ચલાવતા વેપારીઓ, અનાજ કરિયાણાની દુકાનના વેપારીઓ દ્વારા વધુ ભાવ લેવાની અનેક ફરિયાદો ઉઠી છે. તોલમાપ કચેરીના અધિકારી આર જે નિનામા, વી કે પટેલ અને ટીમ દ્વારા શહેરમા કુડાસણ પાસે આવેલી રીલાયન્સ ચોકડી પાસેના રાધે અને પ્રમુખ આર્કેડ મોલની દુકાનોમાં દરોડો પાડ્યો હતો. જેમાં કોલ્ડ્રીન્ક્સ અને ઠંડા પાજ્ણીની બોટલના છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેતા 10 વેપારીઓની સામે કેસ કરી દંડ વસુલ કરાયો હતો. જ્યારે 2 દુકાનદારો દ્વારા એમઆરપી ભુસી નાખવામાં આવી હતી અને ગ્રાહકો સાથે મનફાવે તેવો ભાવ લેવામાં આવતા દબોચી લેવાયા હતાં. તોલમાપ કચેરીના નિયમ પ્રમાણે વજન કાંટાને છપાવવા પડે છે. ખોટા વજન કાંટા વાપરવા બદલ 35 દુકાનદારો દ્વારા નિયમનુ પાલન કરવામાં આવતુ હોવાનુ ધ્યાને આવતા તેમની સામે પણ કેસ કરી દંડ લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો