તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • {મેયર દ્વારા તપાસ કરવા અધિકારીઓને આદેશ { 992 બેગ પર સ્ટીકર ચોંટાડવાના 1900 થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{મેયર દ્વારા તપાસ કરવા અધિકારીઓને આદેશ { 992 બેગ પર સ્ટીકર ચોંટાડવાના 1900 થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{મેયર દ્વારા તપાસ કરવા અધિકારીઓને આદેશ { 992 બેગ પર સ્ટીકર ચોંટાડવાના 1900 થયાગતમહાને યોજાયેલા શાળા પ્રવેશોત્સવ વખતે મહાપાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોને મહાપાલિકા તરફથી રેક્ઝિનની સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તાજેતરમાં તેના બિલ મંજુરી માટે આવ્યા ત્યારે 1 બેગના રૂપિયા 127નો ભાવ ભરવામાં આવ્યાનું નજરમાં આવતાં કેટલાક કોર્પોરેટર દ્વારા મુદ્દે મેયરને ફરિયાદ કરીને સપ્લાયર દ્વારા દોઢા કે તેનાથી વધુ ભાવ ભરવામાં આવ્યાનું ધ્યાન દોર્યાના પગલે મેયરે મુદ્દે તપાસ કરાવવા અધિકારીઓને સુચના આપી છે.

શાળા પ્રવેશોત્સવ વખતે મહાપાલિકા દ્વારા 952 સ્કૂલ બેગ ખરીદવામાં આવી હતી. જેનું બિલ રૂપિયા 1, 20, 951નુંઆપવામાં આવ્યું છે. તેમાં બેગનો ભાવ રૂપિયા 110 ભરવામાં આવ્યો છે. જ્યારે તેના પર મહાપાલિકાના નામના સ્ટીકર લગાડવામાં આવ્યા છે તેનો 1 નંગનો ભાવ 9 રૂપિયા અને સ્ટીકર બેગ પર લગાડવાનો ચાર્જ 1 નંગના રૂપિયા 2 ગણવામાં આવ્યો છે. બિલ નગરસેવકોની નજરમાં આવી જતાં મેયરને મુદ્દે રજુઆત કરવાની સાથે પ્રજાના પૈસાનો ગેરવહીવટ કરવામાં આવી રહ્યાની ફરિયાદ કરવામાં આવી હતી.

મેયર પ્રવિણભાઇ પટેલે મુદ્દે જણાવ્યું કે પ્રથમ દષ્ટીએ સપ્લાયર દ્વારા વધુ પડતાં ભાવ ભરવામાં આવ્યા હોવાનું જણાઇ રહ્યું છે. રેક્ઝિનની નાનકડી આવી બેગ સ્ટીકર સહિત રૂપિયા 75ની આસપાસ તૈયાર થઇ શકે તેવું અનુમાન લગાડી શકાય તેમ છે. બાબત ગંભીર છે. ત્યારે બારામાં તપાસ કરવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે વાત પણ કરી છે અને બનાવની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટે તેમને સુચના પણ આપી છે. તપાસ કરવામાં આવે તેની વિગતો આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો