તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • તપાસના બદલે પોલીસે પરિવાર પાસે હત્યાના પુરાવા માંગ્યા !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસના બદલે પોલીસે પરિવાર પાસે હત્યાના પુરાવા માંગ્યા !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડરણકેનાલમાંથી નિર્વસ્ત્ર હાલતમાં દલિત સગીરાની હત્યા કરેલી લાશ મળી આવવાની બહુચર્ચિત ઘટનાના દોઢ મહિના બાદ પણ ગુનો ઉકેલવામાં નિષ્ફળ પોલીસ બનાવના દિવસે સગીરાએ પહરેલા કપડા સહિતના પુરાવા જાતે શોધવાના બદલે પરિવાર પાસે માંગતી હોવા સહિતના આક્ષેપો સાથે સોમવારે ગામના આગેવાનો સાથે પરિવાર પોલીસવડાને રજૂઆત માટે પહોચ્યો હતો.તેમને ગુનો નજીકના દિવસોમા નહી ઉકેલાય તો રેલી અને ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

કડી તાલુકાના ડરણગામની કેનાલમાંથી દલિત સગીરાની હત્યા કરેલી નિર્વસ્ત્ર હાલતમ મળી આવેલી લાશે અનેક રહસ્યો સર્જયા છે.પોલીસ ફરિયાદમાં પ્રથમથી શંકાસ્પદ ગણાવેલા ગામના સાદીકની પોલીસે 4 દિવસ સુધીની કરેલી પુછપરછને અંતે છોડી મુકવાની સાથોસાથ પોલીસ ગુનો ઉકેલવામાં નિષ્ફળ રહી હોવાનો મામલો પોલીસવડાની કચેરીએ પહોચ્યો હતો.જેમાં મૃતકના વૃધ્ધ દાદાએ તપાસનીસ બાવલુ પીએસઆઇ ચાવડા જાત તપાસ કરીને પુરાવા શોધવાના બદલે પરિવાર પાસે સગીરાનો પાયજામો ક્યાં પગરખા ક્યાં જેવા સવાલો કરીને પુરાવા માંગી રહી છે પરંતુ અમે પુરાવા શોધવા ક્યાં જઇએ તેવો સવાલ ઉઠાવ્યો હતો.સગીરા જે જગ્યાએ નોકરી કરતી હતી ત્યાં સાદીકની હાજરીના સીસીટીવી ફુટેજ હોવા છતા પોલીસ કાઇ કરતી હોવાનો આક્ષેપ કરતા મૃતકના દાદા જુહાભાઇ બેચરભાઇએ જણાવ્યું હતું કે, સગીરાએ કેનાલમાં પડીને આપઘાત કર્યો હોવાનું પોલીસ અમને ઠસાવી રહી છે પરંતુ કોઇ નિર્વસ્ત્ર હાલતમા ..અનુસંધાન 8પર

તપાસના બદલે

આપઘાતકરે ખરૂ,મૃતક સગીર હોવા છતા તે અંતર્ગત કલમો લગાવી નથી.આ સંજોગોમાં જો ઝડપી ન્યાય નહી મળેતો રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ભૂંખ હડતાલ પર બેશવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો