તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્માટીમાં પોલીસ સ્ટેશન પર હુમલો, 3 પોલીસવાળાની હત્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજન્સી | અલ્માટી (કઝાકિસ્તાન)

કઝાકિસ્તાનનાસૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની અલ્માટીમાં સોમવારે એક પોલીસ સ્ટેશન પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ પોલીસવાળા સહિત ચાર લોકો માર્યા ગયા છે. હુમલાના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી-ટેરર સર્વિસે સમગ્ર દેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હુમલાખોરના બે સાથીઓને પોલીસ શોધી રહી છે. આતંકી હુમલો છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે પકડાયેલી 27 વર્ષની વ્યક્તિએ કારની ચોરી કરવાની કોશિશમાં એક નાગરિકની હત્યા કર્યા પછી પોલીસ તેને પકડવા દોડી ત્યારે તેણે એક પોલીસવાળાને ગોળી મારી દીધી હતી અને તેની પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી. ગમે તેમ કરીને હુમલાખોરને પકડીને પોલીસ મથકે લાવવામાં આવ્યો તો તેણે પોલીસ મથકમાં અન્ય બે પોલીસવાળાઓને ગોળી મારી દીધી. ત્યાર પછી પોલીસે તેને ગોળી મારીને ઘાયલ કરી દીધો. ગૃહ મંત્રાલયના નિવેદન મુજબ વ્યક્તિએ ગત સપ્તાહે પણ એકની હત્યા કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો