તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • 50 લાખ ચૂકવ્યા બાદ સુરતના અપહ્યત બિલ્ડર જયંતી તારપરનો છુટકારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 લાખ ચૂકવ્યા બાદ સુરતના અપહ્યત બિલ્ડર જયંતી તારપરનો છુટકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાવરાછાના અપહ્યત બીલ્ડરનો રૂ.50 લાખની ખંડણી ચુકવ્યા બાદ છુટકારો થયો હતો. જોકે બીલ્ડરનો હેમખેમ છુટકારો થયા બાદ ગણતરીના કલાકોમાં ક્રાઈમબ્રાંચે અપહરણમાં સંડોવાયેલા 6 અપહરણ કારોને ઝડપી પાડ્યા હતા. બીલ્ડરે અગાઉ અન્યનુ અપહરણ કરાવ્યુ હતુ જેના રૂપિયાની લેતી દેતીમાં માથાભારે ભુપત આહીરે બીલ્ડરનું અપહરણ કરાવ્યુ હોવાનુ બહાર આવ્યુ છે.

9 જુલાઈના રોજ મોટાવરાછામાં રહેતા બિલ્ડર જંયતિ તારપરાનુ અપહરણ થયુ હતુ. જયંતિભાઈના પુત્ર પર અપહરણકારોએ ફોન કરી ‘જેંતીભાઈને બચાવવા હોય તો 50 લાખ રૂપીયા લઈ નારી ચોકડી ભાવનગર ખાતે આવવાનું છે’ તેવુ જણાવ્યુ હતું. જેથી પોલીસે છટકુ રૂપીયા આપવાના બહાને આરોપીઓને ઝડપી પાડવા છટકુ ગોઠવ્યુ હતું.

જોકે અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ અપહરણકારોને શંકા જતા તેમણે ખંડણીના રૂપીયા લેવાની ના પાડી દીધી હતી. જેથી સુરત પોલીસની ટીમ ભાવનગર અને અમરેલી જીલ્લામાં વર્કઆઉટમાં લાગી હતી. અપહરણકારોએ ફરીથી તેમના પરીવારનો સંપર્ક સાધતા પરીવારે પોલીસની જાણ બહાર રૂ.50 લાખ ખંડણી ચુકવી દીધા હતા અને ત્યાર બાદ જયંતિભાઈનો ગઈ તા.15મી છુટકારો થયો હતો. પોલીસે ગીરીશ ડાયાભાઈ નકુમ, શૈલેષ મેરાભાઈ ડાંગર, ભરતભાઈ દેવમોરારી, નિલેશ સાકરીયા, પ્રવિણ લાડુમોર અને હિતેશ ખમળને ઝડપી પાડ્યા હતા.

જુદી જુદી બે જગ્યાએ વાડીમાં રાખ્યા હતા

અપહરણબાદ અપહરણકારો જયંતિ તારપરાને પહેલા પ્રવિણ ઉર્ફે પી.ડીના વતન મહુવાના વડલી ગામ ખાતે તેની વાડીમાં લઈ ગયા હતા અને ત્યાં તેમને ત્રણ દિવસ રાખ્યા હતા. ત્યાર બાદ અપહરણકારોએ ભાવનગરના શિહોર તાલુકામાં રાજપરા ગામ ખાતે રહેતા હિતેશ આહિરની વાડીમાં લઈ ગયા હતા અને ત્યા રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો