તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તુર્કીમાં કોને પકડવા તેની યાદી અગાઉથી બની હતી : ઈયુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તુર્કીમાંનિષ્ફળ બળવા બાદ પકડવામાં આવેલા 6 હજાર લોકોમાં 103 જનરલ તેમજ એડમિરલ રેન્કના અધિકારીઓ અને 2700 કરતાં વધુ જજનો સમાવેશ થાય છે. સોમવારે ગૃહ મંત્રાલયે લગભગ 9 હજાર અધિકારીઓ અને 8 હજાર પોલીસવાળાઓને નોકરીમાંથી તગેડી મૂક્યા હતા. ધરપકડ કરવામાં આવેલા સૈનિકોની હાથકડીઓ પહેરાવીને ટીવી કેમેરા સામે પરેડ કરાવવામાં આવી હતી. તેમનાં નામ, રેન્ક, અને લશ્કરી ટુકડાનાં નામ પૂછવામાં આવ્યાં હતાં. બીજી તરફ બર્લિનમાં યુરોપિય સંઘે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ એર્દોગને બળવો થતાં પહેલાં 3 હજાર વિરોધીઓની યાદી બનાવી લીધી હતી કે જેમની ધરપકડ કરવાની હતી. અમેરિકી રાષ્ટ્રપતિ બારાક ઓબામા સહિત અનેક નેતાઓએ એર્દોગનને સંયમ જાળવવાની અપીલ કરી છે.

યુરોપિયન સંઘનાં કમિશનર જોહાન્સ હંસે સોમવારે જણાવ્યું હતું કે બળવો નિષ્ફળ ગયા બાદ જે ઝડપે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેના ઉપરથી એમ લાગે છે કે તેમની યાદી પહેલેથી તૈયાર કરી દેવામાં આવી હશે. દરમિયાન તુર્કીમાં તમામ લશ્કર બળવાખોરો અને તેમનાં હથિયારો શોધવામાં લાગેલું છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે બળવામાં સામેલ અનેક ટોચના અધિકારી દેશ છોડીને ભાગી ગયા છે.

દેશભરમાંથી પકડવામાં આવેલા અનેક અધિકારીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દસ જનરલને પહેલાં રિમાન્ડ આપવામાં આવ્યા છે.

એર્દોગન ઉપરથી ઘાત ટળી

બળવા દરમિયાન એર્દોગન બે વખત બચી ગયા હતા. બળવા વખતે તેઓ મરમરિસમાં હતા. બળવાની સૂચના મળતા તેઓ ઇસ્તંબુલ જવા રવાના થયા ત્યાં રસ્તામાં તેમના સ્પેશિયલ પ્લેન પાસે બળવાખોરોના બે એફ 16 હેલિકોપ્ટર સામે આવ્યાં હતાં. પરંતુ તેમણે કશું કર્યું નહોતું. ઉપરાંત તેઓ જે હોટલમાં રોકાયા હતાં તે હોટલ ઉપર પણ 25 બળવાખોરોએ ગોળીબાર કર્યો હતો પરંતુ તેઓ ત્યાંથી નીકળી ચૂક્યા હતા.

ફાંસીઅપાશે તો યુરોપમાં સામેલ નહીં : ઈયુ

યુરોપિયનસંઘ અને જર્મનીએ એર્દોગનને એવી ચેતવણી આપી છે કે જો પકડાયેલા બળવાખોરોને ફાંસીની સજા આપવામાં આવશે તો તુર્કીનો સમાવેશ યુરોપમાં નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે તુર્કી યુરોપમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો