તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસને જોઇને આઇશરનો ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણપુર-કતપુર નજીકથી કતલખાને લઇ જવાતા 38 પશુઓને બચાવાયા

હિંમતનગરનાપાણપુર ચાર રસ્તા પાસેથી સોમવારે છોટાહાથીમાં ભરી પાસ પરમીટ વિના કતલખાને લઇ જવાતા ત્રણ પશુઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસે બચાવી લઇ બે જણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

મોડાસાના છોટાહાથીના ચાલક ઇકબાલહુસેન અબ્દુલરહેમાન સાબલીયા અને જેનીફ નબીબભાઇ મુલતાની સોમવારે પાસ પરમીટ વિના ત્રણ પશુઓ વિજાપુરથી મોડાસા છોટાહાથીમાં ખીચોખીચ ભરી પાણી અને ઘાસચારાની સગવડ વિના કતલખાને લઇ જઇ રહ્યા હતા. જે અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કોમલબેન રાઠોડ, સુરેશભાઇ ગોવિંદભાઇ તથા સ્ટાફને ખબર પડતા તેમણે છોટાહાથીમાં ભરેલ ત્રણ પશુઓને બચાવી લઇ ચાલક ઇકબાલહુસેન અબ્દુલરહેમાન સાબલીયાને પકડી લઇ બે જણા વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ત્યારબાદ ચાલક ઇકબાલહુસેનને કોર્ટમાં રજુ કરતા ન્યાયાધીશએ એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ઇકબાલહુસેન

બંને સ્થળોએથી પકડાયેલા પશુઓને ઇડર પાંજરાપોળ ખસેડવામાં અાવ્યાં હતાં. તસ્વીર-દુર્ગેશ જયશ્વાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો