કડી પોલીસે ઓવરલોડ કોલસા ભરેલું ટ્રેલર ઝડપ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીપોલીસે શહેરમાંથી ઓવરલોડ કોલસા ભરેલુું એક ટ્રેલર ઝડપ્યું હતું. ટ્રેલરને આરટીઓ દ્વારા રૂ.29 હજારનો દંડ ફટકારાયો હતો. ટ્રેલર કચ્છમાંથી કોલસા ભરીને કડીની જીવન એગ્રો ઇન્ડ.માં જઇ રહ્યું હતું.

ત્રણ દિવસ અગાઉ કડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કોલસા ભરેલું જીજે 12 બીટી 6665 નંબરનું હેવી ટ્રેલર ઓવરલોડ જણાતાં ડીટેઇન કરી આરટીઓમાં જાણ કરી હતી. જેથી આરટીઓ કચેરીએ તેને રૂ. 29 હજારનો દંડ ફટકારતાં બુધવારે દંડ ભરીને તેનો માલિક ટ્રેલર લઇ ગયો હતો. ટ્રેલરના માલિક આહીરે પોલીસ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, ઓવરલોડ ભરી હોવા છતાં હેરાન કરવાના ઇરાદે અમારું ટ્રેલર ડિટેઇન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...