• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા, હિંમતનગર અને ઇડરમાંથી દ્રિચક્રી વાહનો ચોરતી ગેંગનો પર્દાફાશ

મહેસાણા, હિંમતનગર અને ઇડરમાંથી દ્રિચક્રી વાહનો ચોરતી ગેંગનો પર્દાફાશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લા એલ.સી.બી.ના પી.આઇ. તથા સ્ટાફ સોમવારે રાત્રે ઇડરમાં વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે રાજુ ઉર્ફે રાયલો દેવીલાલ અહારીને બાઇક નં.જીજે.9.સીએ.4807 સાથે પકડી લઇ રજીસ્ટ્રેશનના કાગળો માગ્યા હતા. જે તેણે રજુ કરતા પોલીસે બાઇક કબજે લઇ વધુ પુછપરછ કરતા તેણે બાઇક નરેશ મણીલાલ ઢુહા (મીણા), ભગવાન બહેચર ઢુહા તથા રાકેશ બહેચર ઢુહાએ ભેગા મળી બાઇક ચોર્યુ હોવાની કબુલાત કરી હતી.

ઉપરાંત પુછપરછમાં તેણે નરેશ મણીલાલ ઢુહા, ભગવાન ઢુહા તથા રાકેશ ઢુહાની મદદથી ચોરેલા બે બાઇક સિસોદ ગામે ગેરેજ ચલાવતા રાજુભાઇ વીરચંદ હડાતને વેચવા આપ્યાનું જણાવતા પોલીસે સિસોદ ગામે જઇ બાઇક નં.જીજે.9.એજે. 8097 તથા બાઇક નં.આર.જે.12.એસ.જે.2698 તથા એક બાઇકનું છુટું પાડેલું એન્જીન મળી રૂા.40 હજારનો મુદા્માલ કબજે લીધો હતો. પોલીસે વધુમાં કરેલી પુછપરછ દરમિયાન ભગવાન ઢુહા અને રાકેશ ઢુહાના ઘર આગળથી પણ બાઇક નં.આર.જે.12.એસએમ.1281 (નંબર બદલી નાખ્યો છે) જે મહેસાણાથી ચોરાયેલુ હતું તે પણ કબજે લીધુ હતું. ઉપરાંત બાઇકની ચેચીસ નંબર 36189 કબજે લઇ તપાસ કરતા તે હિંમતનગરની જનકપુરી સોસાયટી ખાતેથી ચોરાયું હોવાનું જણાતા પોલીસે વધુ બે બાઇક કબજે લીધા હતા.

સાથો સાથ વાહન ચોર ટોળકીએ વિરપુર ગામની સીમમાં આવેલ અરવલ્લી જીન નજીકથી તેમજ અન્ય બે બાઇક ઇડરથી ચોરી કરી હોવાનું કબુલતા પોલીસે ચારેય જણાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...