તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • આજે મહેસાણાના પાલિકા ગ્રાઉન્ડમાં પહેલીવાર અલ્પેશ ઠાકોરની ન્યાયસભા

આજે મહેસાણાના પાલિકા ગ્રાઉન્ડમાં પહેલીવાર અલ્પેશ ઠાકોરની ન્યાયસભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં અલ્પેશ ઠાકોર : વ્યસનમુક્તિનો ઉદ્દેશ્ય, સ્વાગત મહિલા બુટલેગરે કર્યુ

ગુજરાતલડત સમિતિ દ્વારા મધ્યાહન ભોજન, આંગણવાડી, ફિક્સ પગાર કર્મચારીઓના મુદ્દે આજે મહેસાણા નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ન્યાય સભા યોજાશે. ન્યાય સભા મહેસાણાથી શરૂઆત થયા બાદ સમગ્ર ગુજરાતમાં યોજાશે.

મહેસાણા નગરપાલીકા ગ્રાઉન્ડમાં ગુરૂવારે બપોરે 3 કલાકે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં ન્યાયસભા યોજાશે.

ગુજરાત લડત સમિતિના અધ્યક્ષ પિયુષ વ્યાસે જણાવ્યુ હતુ કે મધ્યાહન ભોજન આંગણવાડી બહેનો અને ફિક્સ પગારના કર્મચારીઓના મુદ્દે લાંબા સમયથી વિલંબીત નિર્ણયોના મુદ્દે ન્યાય સભા યોજાઇ છે.

અલ્પેશ ઠાકોર જ્યારે ન્યાય સભા યોજવાના છે ત્યારે ઠાકોર સેનાએ તેને ટેકો જાહેર કર્યો છે. અને મહેસાણામાંં પ્રથમ વખત મહેસાણાથી ન્યાયસભા યોજાશે.જે સમયાંતરે રાજ્યના અન્ય જીલ્લાઓમાં યોજાતી રહેશે.

હિટાચી કંપની પર આક્ષેપ

કડીનજીકની હિટાચી કંપની યુવાનોને 11 માસના કરાર પર રાખીને તેમનું શોષણ કરી રહી હોવાનો આક્ષેપ પણ અલ્પેશ ઠાકોરે કર્યો હતો. બહારની કંપનીઓએ સ્થાનિક બેરોજગારોને 85 ટકા રોજગારી આપવી જોઇએ એમ પણ તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...