તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરાના આસીયામાં સામાન્ય બાબતે ધિંગાણું, 4 ને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરાનાઆસીયા ગામે રસ્તામાં જીપની સાઇડ આપવા બાબતે થોડા દિવસ પહેલાં ચાલકો વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારે મંગળવારે ધીંગાણું થતાં ચાર લોકોને ગંભીર ઇજાઓ થતાં ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે બાબતની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ધાનેરા તાલુકાના આસીયા ગામે બે જીપોના ચાલકો દ્વારા સાઇડ આપવા બાબતે થોડા દિવસો પહેલાં બોલાચાલી થઇ હતી. જેની અદાવતમાં આસીયા ગામના ભેરાજી અજાજી ઠાકોર પોતાના ભાઇઓ સાથે મળીને બળવંતભાઇ ઠાકોરના ઘરે જઇને અપશબ્દો બોલી અને કહેલ કે ‘તે દિવસે જીપ કેમ પાછી લીધેલ નહીં’ તેમ કહીને ભેરાજીએ બળવંતભાઇને લાકડીઓ તથા હોકીઓ વડે મારમારવા લાગ્યા હતા. જેથી તેમના નાનાભાઇ ભરતભાઇ વચ્ચે છોડાવા પડતાં તેમને પણ માથામાં લાકડીઓ મારતાં ગંભીર ઇજા થતાં ઘરમાંથી બળવંતભાઇના પત્ની મંજીબેન અને માતા સેજલબેન દોડી આવ્યા હતા.

જે વચ્ચે પડતાં તેમને પણ મારમારતાં ચારેયની હાલત ગંભીર થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અંગેની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે રમેશભાઇ મેરુજી ઠાકોર (રહે. આસીયા) નોંધાવતાં પોલીસે ભેરાજી અજાજી ઠાકોર, સેધાજી અજાજી ઠાકોર, ભવનજી અજાજી ઠાકોર સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...