પેલું નામ શું હતું...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેલું નામ શું હતું...

નટુકાકાનીયાદશક્તિ બહુ નબળી થતી જતી હતી. એમને મળવા એમના જૂના મિત્ર ચમનકાકા આવ્યા. વાતમાંથી વાત નીકળતાં નટુકાકા કહે : અરે હા, અમારી 50મી લગ્નતિથિ હતી. ને, રાતના અમે બંને જણા એક નવી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ! અરે, બહુ સરસ ખાવાનું હતું ! ચમનકાકા- એમω શું નામ હતું રેસ્ટોરન્ટનુંω ઘરડા નટુકાકા માથું ખંજવાળવા લાગ્યા- નામ….પેલું ફૂલ હોય છે ને… પેલું સુગંધીદાર ફૂલ…’ ચમનકાકા-‘ગુલાબ ω’ નટુકાકા- ગુલાબ નહીં યાર, આ…… પેલું સફેદ કલરનું હોય છે નેω ચમનકાકા- ‘જૂઈ ω’ નટુકાકા- ના, ના, જૂઈ નહીં. ચમકાકા- ચમેલીω નટુકાકા- અરે ચમેલી નહીં યાર…. તો મોટું સફેદ ફૂલ થાય છે અને પાછું મોટા ઝાડ પર ઊગતું હોય છે. ચમનકાકા- ચંપોω નટુકાકા ‘હા, હા…. !’ નટુકાકા તરત સોફામાંથી ઊંચા થઈને રસોડા તરફ મોં કરી ઊંચા અવાજે કહેવા લાગ્યા : અરે ચંપા... રવિવારે આપણે કઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલાω

વીમાનારકમ

નવપરિણીતાએપતિને પૂછ્યું : ડિયર, આજે રાંધ્યું એવું જો હું રોજ રાંધું તો મને શું મળશે તે કહેω પતિ: મારી વીમાની રકમ.

રેશનકાર્ડ

નવવધૂએપોતાના પતિને પૂછ્યું : પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશોω પતિએ કહ્યું - ‘રેશનકાર્ડ’

હુંતો મૂગો રહી શકીશ

નાટકજોવા જતા પહેલાં પતિએ પત્નીને પ્રેમથી પાન ખવડાવ્યું. પત્નીએ પતિનો હાથ પકડી પ્રેમથી પૂછયું : તમે કેમ પાન ખાધુંω પતિ : હું તો પાન ખાધા વગર પણ મૂગો રહી શકીશ.

લોટરીલાગે તો શું કરે

પતિ: જો મને લોટરી લાગે તો તું શું કરેω પત્ની : હું અડધું ઈનામ લઈને હંમેશ માટે જતી રહું. પતિ : બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. લે 25 રૂપિયા અને ચાલતી પકડ !

અન્ય સમાચારો પણ છે...