• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા પાટણ, બ.કાં., અને કચ્છ જિલ્લાની 15 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

મહેસાણા-પાટણ, બ.કાં., અને કચ્છ જિલ્લાની 15 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુર તાલુકાના રાણીસર ગામના શખ્સને પાટણ એલસીબી પોલીસે પકડી પાડી પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાંથી ચોરાયેલા 15 બાઇકોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ બાઇકો સાંતલપુરના એક શખસને વેચાણ માટે આપેલા હોવાથી પોલીસે તેની પાસેથી બાઇકો જપ્ત કરીને તેની પણ ધરપકડ કરી છે. પાટણ એલસીબી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજા હબીબ સાંતલપુર વિસ્તારમાંથી લોક પાસેથી ઉછીના પૈસા લઇ સામેની પાર્ટી પૈસાની ઉઘરાણી કરે એટલે તે ચોરીના બાઇક પધરાવી દેતો હતો. તો ક્યારેક આ ચોરીના બાઇક ગિરવે મુકીને લોકો પાસેથી પૈસા લાવતો હતો. રાણીસરનો જુમ્મા રમજાન સિંધી ડફેર હત્યાનો પ્રયાસ અને લૂંટ અને ચોરી મારામારી સહિતના વારાહી, સુઇગામ, ઊંઝા, લાડોલ પોલીસ મથકના છ ગુન્હામાં નાસતો ફરતો હતો. પાટણ એસપી અશ્વિન ચૌહાણની સૂચના અને એલસીબી પીઆઇ આર.બી.ભટોળના માગદર્શન નીચે પોલીસ ટીમ રાણીસર ગામનો જુમ્મા રમઝાન સિંધી (ડફેર) ચોરીનું બાઇક લઇને સાંતલપુર તરફ જવાનો છે. તેવી બાતમી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...