તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આનંદીબહેન આવાસ ફાળવી ગયા ને સુડાએ કહ્યું તો ડેમો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંત્રણ દિવસ પહેલા આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથે આવાસોનો કરવામાં આવેલો ડ્રો સુડાના અધિકારીઓએ રદ કરી દીધો છે. ડ્રો રદ કરવા પાછળ અધિકારીઓએ લાભાર્થીઓને મુખ્યમંત્રીએ કરેલો ડ્રો ડેમો હોવાનું કારણ આપ્યું છે. બીજીતરફ લાભાર્થીઓએ સુડા તંત્ર પર આક્ષેપો કર્યો છે કે ડેમોના નામે રૂંઢ જેવા વિસ્તારના કેટલાક આવાસો અન્યોને બેનંબરમાં રોકડી કરીને વેચી દેવાયા છે.

શુક્રવારના રોજ મુખ્યમંત્રી આનંદી પટેલ સુરતમાં આવીને ઘણાં નવા પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યુ હતું. દરમિયાન સુરત મહાનગર પાલિકા, ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સુડા દ્વારા બનાવવામાં આવેલા આવાસોનો કોમ્પ્યુટરાઈઝ લકી ડ્રો કરવામાં આવ્યો હતો. તે સમયે સીએમના હાથે ડ્રોના માધ્યમથી ફાળવવામાં આવેલા આવાસો સુડાએ રદ્દ કરી દીધા છે. આવાસ ભુલથી તેમને ફાળવી દેવાયા હોવાનું કહી તે ડેમો હતો એવુ કારણ આપવામાં આવી રહ્યુ છે. લાભાર્થીઓ દ્વારા આવાસોની વિગત સુડાની વેબસાઈટ પર પણ જોવામાં આવી હતી. જ્યાં તેમના નામે આવાસ ફાળવણી થઈ ગયુ હોવાની વિગત મુકવામાં આવી હતી. આશરે 35 થી 40 લાભાર્થીઓ સાથે રીતે થયું હોવાની ફરીયાદો ઉઠી છે. આજે સુડા ભવનની બહાર લોકો ભેગા થઈ વિરોધ કરી રહ્યા હતા.

લાભાર્થીઓને પણ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓ આજે આગળની વિધિ અંગે પુછપરછ કરવા આવ્યા હતા. શનિવારે તેમના નામે આવાસ લાગી ગયા પછી આવાસ હકીકતમાં ડેમો ડ્રો હોવાનું આજે તેમણે કહેવામાં આવતા લાભાર્થીઓને સપનાનું મકાન મળવા પહેલા છીનવી લીધુ હોય તેવો ઘાટ બન્યો હતો.

સુરતમાં સુડા ભવનની બહાર લોકોએ ભેગા થઈ વિરોધ પ્રકટ કર્યો હતો.

હવે બીજું ફોર્મ ભરી દો એમ કહી દીધું

^આનંદીબેનનાહાથે મને ડ્રો ફાળવવામાં આવ્યો હતો. બીજા દિવસે પણ મારો દિકરો સુડાની કચેરીમાં આવીને ચેક કરાવી ગયો હતો. ત્યારે પણ એ-2, 205 નંબરનો આવાસ ફાળવવામાં આ‌વ્યો હોવાનું કહ્યુ હતું. જ્યારે સોમવારે આગળ શું કરવંુ પુછવા આવ્યા તો આ‌વાસ નથી લાગ્યુ. બીજુ ફોર્મ ભરી દો એવુ કહેવામાં આવ્યુ છે. > આશાબેનચૌધરી, લાભાર્થી

સીએમદ્વારા કરેલો ડ્રો ફાઈનલ

^સીએમદ્રારા કરવામાં આવેલો ડ્રો ફાઈનલ છે. એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. કદાચ સુડાના વેબસાઈટ પર ડેમો વાળા નામ ભુલમાં મુક્યા હશે. પરંતુ સીએમએ ફાળવેલા નામ ફાઈનલ ગણાશે. અંગે તપાસ કરાવી જાણકારી મેળવી લઈશ. > મહેન્દ્રપટેલ, કલેક્ટર,સુરત

^ જો ડ્રો ડેમો તરીકે કરાયો હોય તો રીતે વેબસાઈટ પર કેમ મુકી રાખ્યો હતો. આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલો ડ્રો પણ ડેમો હોવાનું આશ્ચર્ય જનક છે. હકીકતમાં અમને જાણવા મળ્યુ છે કે આવાસ સારા વિસ્તારમાં હોવાથી બે નંબરમાં વેચાઈ ગયા છે. > રાજેશભાઈરાણા, લાભાર્થી

મુખ્યમંત્રીનો ડ્રો ડેમો હોય તો વેબસાઈટ પર કેમ મૂકી રાખ્યો?

સુડાની ઓફિસે લોકો ફાળવણીની પ્રિંટ સાથે પહોંચ્યાં

છબરડો | સુડાની ભૂલથી મુખ્યમંત્રીએ ડેમોવાળા નામનો ડ્રો કર્યો હતો, લોકોને જાણ થતાં સુડાની ઓફિસે હોબાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો