• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • વરસાદે શહેરના રોડની હાલત બગાડી, ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા

વરસાદે શહેરના રોડની હાલત બગાડી, ઠેર-ઠેર મસમોટા ખાડા પડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદના કારણે શહેરના રોડની હાલત ખરાબ કરી નાખી છે. શહેર રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. જેમાં શહેરાના વિસનગર રોડ પરના રેલવે બ્રિજ પર ખાડા પડી ગયા છે અને બ્રિજ પર લોખંડની ખીલીઓ બહાર નીકળી ગઇ છે. તો દેદિયાસણ જીઆઇડીસી રોડ પણ ખાડા પડ્યા હતા.તેજ રીતે આરટીઓ કચેરી રોડ પર આવેલી જનપથ હોટલન સામેના રોડ પર પણ મસમોટો ખાડા પડ્યો છે. રાજકમલ પાસે નારાયણ પાર્ક સહકારનગર રોડ પર પણ ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. મહેસાણા-પાલનપુર હાઇવે પર ડેરી-જેલ રોડ પરની ચોકડી પર પણ મોટો-મોટા ખાડા પડી ગયા છે. -તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...